Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ફાસ્ટ બોલર આર પી સિંઘના પિતાનો કોરોનાએ જીવ લીધો: પિતાની સારવાર માટે સમય આપવા કોમેન્ટ્રી માટે આવેલ ઓફર ઠુકરાવી દીધી હતી

નવી દિલ્હી : ભારતીય ટીમના ફાસ્ટ બોલર રહી ચૂકેલા રુદ્ર પ્રતાપ સિંઘના પિતાશ્રી શિવપ્રસાદ સિંઘનું કોરોનાથી લખનૌની મેદાંતા હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું છે. તેમનું ઓક્સિજન લેવલ ખૂબ ઘટી ગયું હતું. છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાની સારવાર ચાલી રહી હતી

 . પિતાની સારવારમાં ધ્યાન આપવા માટે તેણે આઈપીએલ મેચો માટે કોમેન્ટ્રીની ઓફર આવેલ પણ સ્વીકારી ન હતી. હાલમાં સ્ટાર સ્પોર્ટસની ટીમ સાથે કોમેન્ટ્રેટર તરીકે જોડાયેલ આર પી સિંઘે ૩૨ વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધેલ હતી. થોડા સમય પહેલા જ ક્રિકેટર ચેતન સાકરીયા અને પિયુષ ચાવલાએ પણ કોરોનામાં  પોતાના પિતા ગુમાવ્યા હતા. સંખ્યાબંધ પૂર્વ ક્રિકેટરોએ દુઃખ વ્યક્ત કર્યું છે.

(7:15 pm IST)