Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

સુપ્રીમ કોર્ટ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ કોવિડ -19 પોઝિટિવ : તેમની સમક્ષ ચાલી રહેલો કોવિદ -19 સુઓ મોટો કેસ હાલની તકે મુલતવી

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડનો  કોવિડ -19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરિણામે ન્યાયાધીશ દ્વારા સુનાવણી કરવામાં આવી રહેલો કેન્દ્ર સરકાર દ્વારા COVID-19 મુદ્દાઓના સંચાલનને લગતો  સૂઓ મોટો કેસહાલની તકે  મોકૂફ રાખવામાં આવ્યો છે.

 આ અગાઉ તેમના એક સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા.

કોવિડ -19 રોગચાળા દરમિયાન દેશભરની અદાલતો વર્ચ્યુઅલ રીતે કાર્ય કરે તે માટે સુપ્રીમ કોર્ટની ઇ-કમિટીના અધ્યક્ષ તરીકે, ન્યાયાધીશ ચંદ્રચુડ  મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે .

તેઓ કોવિડ -19 મુદ્દાઓ અંગેના સૂઓ મોટો  કેસની સુનાવણી કરી રહ્યા છે. તથા તે અંગેની  બેન્ચનું નેતૃત્વ પણ કરી રહ્યા છે . તકનીકી અવરોધોને કારણે સુનાવણી ગુરુવારે મુલતવી રાખેલ હોવાથી સોમવારે તેઓ  વીડિયો કોન્ફરન્સ દ્વારા કેસની સુનાવણી કરી રહ્યા હતા.હાલની તકે સુનાવણી ગુરુવારે મોકૂફ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે  એપ્રિલમાં, સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશો  કોવિદ -19 પોઝિટિવ જોવા મળ્યા હતા. જે પૈકી  એક ન્યાયાધીશને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:33 pm IST)