Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

કોરોનાનું જાખમ હજુ યથાવતઃ વાઇરસનું બીજુ સ્વરૂપ જેનામાં રોગ પ્રતિકારક ક્ષમતા ખતમ થઇ જાય છે તેને ફરીથી ઝપેટમાં લઇ શકે છેઃ દિલ્હી સફદરજંગ હોસ્પિટલના ડો. જુગલ કિશોરનું નિવેદન

નવી દિલ્હીઃ કોરોનાના કેર વચ્ચે નિષ્ણાતોએ રાહતના ન્યૂઝ આપ્યા છે. તેમના કહેવા પ્રમાણે ભારતમાં કોરોનાની બીજી લહેરનો પીક સમય પસાર થઇ ગયો. છતાં જોખમ હજુ યથાવત છે. સતત ચાર દિવસ સુધી દેશમાં કોરોનાન દૈનિક કેસ 4 લાખને ઉપર થતાં ચિંતા વધી ગઇ હતી. પરંતુ બે દિવસથી તેમાં ઘટાડો થતાં નિષ્ણાતો પણ આ વાતે સંમત થયા છે.

આરોગ્ય મંત્રાલય તરફથી બુધવારે આપવામાં આવેલા આંકડા મુજબ મંગળવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,48421 નવા કેસ નોંધાયા. દેશમાં ફેબ્રુઆરીમાં કોરોનાના દર્દીઓ ઝડપથી વધવા માંડ્યા હતા.

કેટલાક રાજ્યોમાં પીકનો સમય બાકી

નવી દિલ્હી સફદરજંગ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિન વિભાગના ડોક્ટર જુગલ કિશોરે જણાવ્યું કે બીજી લહેરનું પીક કે સર્વોચ્ચ સ્તર હવે પુરું થઇ ગયું છે. પરંતુ હજું તે દિલ્હીમાં પૂર્ણપણે ખતમ થયું નથી. કેટલાક રાજ્યોમાં પીકનો સમય આવી ગયો છે. તો કેટલાક રાજ્યોમાં હજુ પીકનો સમય આવવાનો બાકી છે. તેથી જોખમ રહેલું છે. પરંતુ રાષ્ટ્રીય સ્તરે પીક ટાઇમ પુરો થઇ ગયો હોવાનું કહી શકાય.

ત્રીજી લહેની સંભાવના અંગે ડો. જુગલ કિશોરે જણાવ્યું કે કોઇ પણ લહેર વાઇરસના બદલાતા સ્વરુપ પર આધાર રાખે છે. જો વાઇરસનું મ્યુટેશન સતત ચાલુ રહે તો તેના આવવાની સંભવના રહે છે.

ઉપરાંત એક કારણ એ પણ છે કે હજુ સુધી જેમનામાં ઇમ્યુનિટી (રોગ પ્રતિકારક ક્ષમતા) જળવાઇ રહેલી છે. તે ખતમ થઇ જાય તો ફરી રોગ ફેલાવવાની સંભાવના નકારી શકાય નહીં. એટલા માટે કે વાઇરસનું બદલાતું સ્વરુપ આ લોકોને ફરી ચપેટમાં લઇ શકે છે. ડો. જુગલ કિશોર મુજબ દેશમાં કોરોનાની બીજી લહેરમાં 50 ટકા વસતી તેની ચપેટમાં આવી ગઇ છે.

પહેલી અને બીજી લહેરમાં બચેલા ત્રીજી લહેરમાં સપડાઇ શકે

પહેલી અને બીજી લહેર બાદ પણ કેટલા લોકો બચેલા છે. ત્યારે ત્રીજી લહેરમાં તેઓ પણ આ મહામારીના સકંજામાં આવી શકે છે. તેની સંભાવના વધુ છે. ઉપરાંત નવજાત શિશુઓ પણ તેનો સહેલાઇથી શિકાર થઇ શકે છે.

જો કે આ બીમારીને અટકાવી પણ શકાય છે. તેના માટે રસીકરણ ઝડપી બનાવવું પડશે. વધુમાં વધુ વેક્સિનેશનને લીધે વાઇરસનું ખતરના સ્વરુપ બદલાઇ શકે છે અને તેના પર કાબુ મેળવી શકાશે. આટલું પુરતું નથી. ત્રીજી લહેરને રોકવા માટે લોકોએ વધુ સજાગ્ર અને જાગૃત રહેવું પડશે

(5:17 pm IST)
  • મહારાષ્ટ્ર - દિલ્હીમાં રસીની અછતઃ સેન્ટરોને લાગ્યા તાળા : મહારાષ્ટ્રબાદ હવે દિલ્હીએ પણ ભારત બાયોટેકની બનાવેલી 'કોવેકસીન'ની અછતનો દાવો કર્યો છે દિલ્હીના ઉપપ્રમુખ મંત્રી મનીષ સીસોદીયાએ કહયું કે પાટનગરમાં કોવેકસીનનો સ્ટોક પૂર્ણ થઇ ગયો છે. તેથી સેન્ટરને બંધ કરવા પડયા છે. તેઓએ કહયું કે ભારત બાયોટેકે જવાબ આપ્યો છે કે કેન્દ્રના આદેશોથી વિરૂધ્ધ જઇને વેકસીન ઉપલબ્ધ કરાવી શકાય નહી જો કે ભારત બાયોટેકે તે રાજયોની યાદી જાહેર કરી હતી. જેને તેઓએ કેન્દ્રના હસ્તક્ષેપ વગર સીધા વેકસીન સપ્લાય કરી રહ્યું છે. તેમાં દિલ્હીનું નામ પણ સામેલ છે. access_time 3:45 pm IST

  • કોરોનાથી રાજકોટ શહેરમાં આજે પણ થોડી રાહત અને ગ્રામ્ય વિસ્તારમાં આતંક આજે પણ યથાવત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 286 અને ગ્રામ્યના 335 કેસ સાથે કુલ 621 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:38 pm IST

  • પશ્ચિમ બંગાળના હાબરા ખાતે વધુ એક ભારતીય જનતા પક્ષના કાર્યકર ઉપર હુમલો થયો છે. માતા અને પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો. મકાનમાં થયેલી ભાંગફોડ અને હેબતાઈ ગયેલ પરિવાર નજરે પડે છે. ટ્વિટર ઉપર વાયરલ થયેલ વિડિયો access_time 12:34 am IST