Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

કુંભમાં ડૂબકી મારી પરત ફરેલા માજીએ ૩૩ લોકોને કોરોનાનો ચેપ લગાડયો

સાસુના સંપર્કમાં આવેલી વહુને સૌ પહેલા લાગ્યો ચેપઃ કિલનિકમાં કામ કરતી વહુએ બીજા દર્દીઓ અને સ્ટાફના લોકોને પણ ચેપ લગાડી દીધો

બેંગલુરુ, તા.૧૨: કુંભમેળામાંથી પરત ફરેલા ૬૭ વર્ષના એક મહિલાએ ૩૩ લોકોને કોરોનાનો ચેપ લગાડ્યો હોવાનું બહાર આવ્યું છે. બેંગ્લોરના નિવાસી આ મહિલા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કુંભમાંથી પરત ફર્યા હતા. તેમણે જે લોકોને ચેપ લગાડ્યો છે તેમાં વેસ્ટ બેંગ્લોરમાં આવેલી સ્પંદના હેલ્થકેર એન્ડ રિહેબિલીટેશન સેન્ટરના ૧૩ પેશન્ટ્સનો પણ સમાવેશ થાય છે.

આ મહિલાની પુત્રવધૂ સ્પંદનામાં સાઈકિયાટ્રિસ્ટ તરીકે સેવા આપે છે. સાસુનો ચેપ વહુને પણ લાગ્યો હતો. જોકે, વહુમાં કોઈ લક્ષણ નહોતા દેખાયા. બીજી તરફ, વહુ ૧૩ પેશન્ટ્સની ટ્રીટમેન્ટ કરી રહી હતી. કુંભમાંથી પરત ફરેલા સાસુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વહુએ પણ પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો, જે પણ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલે તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોના ટેસ્ટ કરાવ્યા હતા. જેમાંથી ૧૩ પેશન્ટ્સ અને બે કર્મચારીઓ પોઝિટિવ આવ્યા હતા.

સ્પંદનાના હેડ ડાઙ્ખ. મહેશ ગૌડાના જણાવ્યા અનુસાર, કિલનિકમાં કાર્યરત સાઈકિયાટ્રિસ્ટ એસિમ્પ્ટોમેટિક હોવાથી તેમણે અજાણતા જ બીજા લોકોને કોરોનાનો ચેપ લગાડ્યો હતો. જોકે, તમામ લોકોને સમયસર આઈસોલેટ કરી લેવામાં આવતા ચેપ વધુ નહોતો વકર્યો.

બેંગલોરના નંદિની લેઆઉટની આ ઘટનાની જાણ થતાં કોર્પોરેશનના અધિકારીઓ અહીં દોડી આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે અહીંથી જેટલા પણ લોકો કુંભમાં ગયા છે તેમના પરિવારોમાં કુલ ૧૮ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. બીજી તરફ, સુપર સ્પ્રેડર બનેલા ૬૭ વર્ષના મહિલાની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, અને તેઓ રિકવરી દર્શાવી રહ્યા છે.

આ વિસ્તારમાં કુંભમાંથી પરત આવેલા જેટલા પણ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે તેમાંથી કોઈ ગંભીર હાલતમાં નથી. સ્થાનિક હેલ્થ સેન્ટરના એક અધિકારીના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન કેસોનો સોર્સ સાઈકિયાટ્રિસ્ટના પરિવારમાં કુંભમાંથી પરત ફરેલા એક વ્યકિત જણાયા હતા.

કર્ણાટકમાંથી કેટલા લોકો કુંભ મેળામાં ગયા હતા તેને લગતો સરકાર પાસે કોઈ રેકોર્ડ નથી. હેલ્થ એકસપર્ટ્સે સરકારને આવા લોકોને શોધીને તેઓ કોરોના પોઝિટિવ છે કે કેમ તે તપાસવા અને તેમના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવા માટે અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, હાલ કર્ણાટકમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ગંભીર બનેલી છે, અને બેંગલોર દેશનું સૌથી વધુ એકિટવ કેસ ધરાવતું શહેર બની ગયું છે.

(3:48 pm IST)
  • સંકટ સમયે અમેરિકા ભારત માટે મસીહા બન્યું : અત્યાર સુધીમાં કુલ 50 કરોડ ડોલરની સહાય સામગ્રી ભારતને મોકલાવી access_time 9:41 pm IST

  • હરિયાણા પોલીસે મંગળવારે ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવેલી પશ્ચિમ બંગાળની એક મહિલા પર બળાત્કાર કેસમાં છ આરોપીઓને નોટિસ ફટકારી છે. આ કેસમાં રચાયેલી એસઆઈટીએ ખેડૂત નેતા અને સ્વરાજ ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ અને એક આરોપી મહિલાની પણ મંગળવારે સાંજ સુધી પૂછપરછ કરી હતી. આ કિસ્સામાં, સંયુક્ત કિસાન મોરચાના નેતાઓએ દાવો કર્યો હતો કે તેઓ આ જાતીય હુમલા અંગે અજાણ હતા. access_time 12:00 am IST

  • કોરોના વાયરસના B.1.617 વેરિયન્ટને "ભારતીય સંસ્કરણ" કહેવાતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) તેના દસ્તાવેજોમાં આ શબ્દ માટે ભારતીય શબ્દનો ઉપયોગ કર્યો નથી. મંત્રાલયે બી.1.617 વાયરસ વેરિયન્ટ માટે ભારતીય સંસ્કરણનો ઉપયોગ કરીને નિરાધાર અને પાયાવિહોણા મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા છે, જેને માટે WHO એ તાજેતરમાં આ વેરિયન્ટને વૈશ્વિક ચિંતા કહી છે. access_time 9:53 pm IST