Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ખાંડના ભાવો પર સરકારી નિયંત્રણ છતાં વધારોઃ એક મહિનામાં ખાંડની કંપનીઓના શેર ૭૫ ટકા વધ્યા

નવીદિલ્હીઃ છેલ્લા એક મહિનામાં સુગર કંપનીઓમાં શેરોમાં તેજી આવી છે. ઘરેલુ અને વૈશ્વિક ફેકટર્સ જેવા કે જોરદાર માંગ અને સપ્લાય, અનુકુળ પોલીસી, ભારતમાં હાઈ ઈથેનોલ બ્લેન્ડીંગ અને ઈથેનોલના સંગ્રહમાં વધારાના કારણે ખાંડના શેરોમાં ૭૫ ટકાનો ઉછાળો આવ્યો છે.

ખાંડની કિંમતોમાં વધારાના કારણે એક મહિનામાં દ્વારિકેશ સુગરનો શેર ૭૫ ટકા વધી ગયો. ધામપુર સુગરમાં ૭૧ ટકા, બજાજ હિંન્દુસ્તાનમાં ૬૯ ટકા, ત્રિવેણી એન્જીનીયરીંગ ઈન્ડસ્ટ્રીઝમાં ૬૭.૬ ટકા, અવધ સુગરમાં ૬૨.૧ ટકા, ઉત્તમ સુગર મીલ્સમાં ૫૬.૬ ટકા અને ડાલમિયા ભારતમાં ૫૫.૪ ટકાનો વધારો થયો છે.

સુગર શેરોમાં તેજીનું પહેલું કારણ દુનિયાના બે મોટો સુગર એકસપોર્ટર દેશ બ્રાઝીલ અને થાઈલેન્ડમાં ૧૫ લાખ ટન  ખાંડનું ઉત્પાદન કરે છે. બ્રાઝીલમાં દુકાળની સ્થિતિ અને થાઈલેન્ડમાં ઉત્પાદન ઓછું થવાના કારણે ખાંડના સપ્લાયમાં ૨ થી ૫ ટનનો ઘટાડો રહી શકે છે, જે ખાંડના વૈશ્વિક વેપારના ૧૦ ટકા જેટલો છે અને એટલે જ ખાંડના ભાવો વધી રહ્યા છે.

ભારત લગભગ ૪૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન કરે છે અને દેશની માંગ ૩૫ લાખ ટનની છે. એટલે ૫ લાખ ટન ખાંડની નિકાસ કરી શકાય તેમ છે. ભારત સરકાર સુગર મિલ્સને ૬૦૦૦ રૂપિયા પ્રતિ ટનની સબસીડી આપીને પ્રોત્સાહન આપી રહી છે.

(3:09 pm IST)