Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

બીજા ડોઝવાળાને પ્રાથમિકતા આપવા કેન્દ્રએ રાજયોને કહ્યું

૭૦ટકા રસી બીજા ડોઝવાળા માટે રાખો

નવીદિલ્હીઃ કોરોના રસીનો બીજો ડોઝ લેનારને રસીકરણમાં પ્રાથમિકતા આપવાની સલાહ કેન્દ્ર સરકારે રાજયોને આપી હતીે. રાજયોને કહેવામાં આવ્યું છે કે કેન્દ્રમાંથી મળેલ રસીની ઓછામાં ઓછી ૭૦ ટકા રસીને આ વર્ગ માટે રિઝર્વ રાખવામાં આવે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે બાકી ૩૦ ટકા રસી જ લોકોને પહેલો ડોઝ આપવામાં વાપરવામાં આવે. રાજયોને ૧૫- ૩૧ મે માટે રસીનું નવું એલોટમેન્ટ ૧૪ મે એ કરવામાં આવશે. રાજયોને રસીની બરબાદી ન કરવાનો આગ્રહ પણ કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં રસીની સૌથી વધારે બરબાદી હરિયાણામાં ૬.૪૯ ટકા જેટલી થઈ રહી છે. તો આસામમાં ૫.૯૨ ટકા અને રાજસ્થાનમાં ૫.૬૮ ટકા રસી બરબાદ થઈ છે.

(3:07 pm IST)