Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ભાવનગરની હોટલ જનરેશન એકસ ખાતે કાર્યરત કોરોના કેર સેન્ટરમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠતાં સદભાગ્યે ૬૫ દર્દીઓનો આબાદ બચાવ થયો હતો. કાળવા રોડ ઉપર આવેલ આ હોટલના ત્રીજા માળના રૂમ નંબર ૩૦૩ માં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ૧૮ દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે.અહી ૬૫ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. : ગોવાની હોસ્પિટલમાં મધરાતે ઓક્સિજન ખૂટી પડ્યો ૨૫ દર્દીઓના કરૂણ મૃત્યુ : છેલ્લા સાત દિવસમાં પેટ્રોલમાં રૂ. ૧.૬૫ અને ડીઝલમાં રૂ. ૨.૧૦ નો વધારો ઝીંકયો છે. ૪ મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તેમાં આજે પેટ્રોલમાં પ્રતિ લીટર ૨૪ પૈસા અને ડીઝલમાં પ્રતિ લીટર ૨૭ પૈસાનો વધારો થયો છે.

(1:03 pm IST)
  • પોરબંદરમાં આજે 21 મૃતદેહને અગ્‍નીસંસ્‍કાર કરાયો હતો જેમાં 4 કોરોનાનો પોઝીટીવ હોવાનું જાણવા મળે છે access_time 9:43 pm IST

  • રાજકોટ એસટી બસપોર્ટ સહિત ડિવિઝનના ૩૦૦ બસ રૂટ ૧૮ મે સુધી બંધ રાખવા વિભાગીય કચેરીનો નિર્ણય : કુલ ૯ ડેપોના કુલ ૫૦૦ રૂટમાંથી ૨૦૦ રૂટ હાલ કાર્યરત access_time 11:29 am IST

  • કોરોનાથી રાજકોટ શહેરમાં આજે પણ થોડી રાહત અને ગ્રામ્ય વિસ્તારમાં આતંક આજે પણ યથાવત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 286 અને ગ્રામ્યના 335 કેસ સાથે કુલ 621 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:38 pm IST