Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

કાચો માલ - મજૂરોની અછતને કારણે

મોબાઇલ ફોનના ઉત્પાદનમાં ૫૦ ટકાનો ઘટાડો

Alternative text - include a link to the PDF!

મુંબઇઃ સ્થાનિક સીરે લોકડાઉન, સેમી કંડકટરોની અછત અને ફેકટરીઓમાં કર્મચારીઓના કોરોના સંક્રમિત થવાના કારણે એપ્રિલ તથા મે માં મોબાઇલ ફોનના ઉત્પાદન અને વેચાણમાં બહુ ઘટાડો થયો છે. આ કારણે એપ્રિલ-જૂન ત્રિમાસીક કંપનીઓ બહુ પડકારરૂપ બન્યો છે.

ઘણી કંપનીઓના હેડ એ વાત કહી છે લાવા ઇન્ટરનેશનલના સહ સંસ્થાપક એસએનરાય અને માઇક્રોમેકસના સહસંસ્થાપક રાજેશ અગ્રવાલે સ્વીકાર કર્યો કે દેશભરમાં કોરોના સંક્રમણ વધવાના કારણે એપ્રિલ-મે માં મોબાઇલ ઉત્પાદન ૫૦ ટકા જેટલું ઘટયું છે.

રાય જણાવે છે કે જૂન ત્રિમાસીકમાં પરિસ્થિતી ખરેખર પડકારૂપ છે. અમારા જેવી કેટલીક કંપનીઓ એપ્રિલમાં પણ ઉત્પાદન ચાલુ રાખી શકી કેમ કે અમારી પાસે સ્પેર પાર્ટસનો સ્ટોક હતો. પણ બધી  કંપનીઓ માટે એવુ નથી. સંક્રમણ વધવા અને લોકડાઉન હોવાના કારણે મે નો મહિનો બધા માટે ખરાબ રહયો છે. જો મોબાઇલ ઉદ્યોગની વાત કરીએ તો ધંધાને ૫૦ ટકા જેટલો ધૂંબો લાગ્યો છે.

રોઇટર્સે પણ સુત્રોનો હવાલો આપીને સમાચાર આપ્યા છે કે કોરોના સંક્રમણના કારણે ફોકસ ફોનની ચેન્નઇ ફેકટરીમાં આઇફોનનું ઉત્પાદન લગભગ ૫૦ ટકા ઓછું કરી નાખ્યું છે. ફોકસ ફોન ભારતમાં એપલના ફોન બનાવે છે. તે ઝીઓમીના ફોન પણ બનાવે છે. માઇક્રોમેકસના અગ્રવાલે કહયું કે જૂન ત્રિમાસીક અઘરો રહેવાનો છે કેમ કે વાતાવરણ ખરાબ છે. સંક્રમણની બીજી લહેરથી ખરીદનારાઓનો હોંસલો નબળો પડયો છે. લોકડાઉન હટયા પછી તેમાં ધીમે ધીમે સુધારો આવી શકે છે.

(12:49 pm IST)