Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

મોંઘવારી દરમાં રાહતના સંકેત

બેરોજગારીનો દર ૪ મહિનાની ટોચે ૮.૬૭ ટકા

નવી દિલ્હી, તા.૧૨: કોરોના મહામારીની બીજી લહેર હજારો લોકોના જીવ લઇ રહી છે એટલું જ નહીં પણ લાખો લોકોની નોકરી પણ છીનવી રહી છે નોકરીઓ જવાના કારણે દેશમાં બેરોજગારીનો દર પણ ઝડપભેર વધી રહયો છે. ૯મે એ સમાપ્ત થયેલ સપ્તાહમાં તે ૮.૬૭ ટકા સાથે છેલ્લા ૪ મહિનાની ટોચ પર પહોંચી ગયો છે.

સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ) એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ગામડાઓની સરખામણીમાં શહેરી વિસ્તારોમાં બેરોજગારી દર વધુ ઝડપથી વધી રહયો છે. ગયા અઠવાડીયે શહેરી વિસ્તારોમાં બેરોજગારી દર ૧.૬૪ ટકા વધીને ૧૧.૭૨ ટકા થઇ ગયો તો ગામડાઓમાં બેરોજગરી દર સતત નીચો રહયો હતો. ૯મેએ પુરા થયેલ સપ્તાહમાં ગ્રામ્ય બેરોજગારી દર ૭.૨૯ ટકા હતો જે તેના આગલા સપ્તાહમાં ૭.૩૫ ટકા અને ચાર એપ્રિલે ૮.૫૮ ટકા હતો. સીએમઆઇઇના એમડી મહેશ વ્યાસે જણાવ્યુ કે લોકડાઉન ડાયરેકટ બેરોજગારી નથી વધારતું પણ તેનાથી ભારતીય અર્થવ્યવસ્થા નબળી પડી રહી છે અને રોજગારીની તકો ઘટી રહી છે.

દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે છૂટક મોંઘવારીના મોરચે રાહત મળવાની આશા છે. ૫૦ અર્થશાસ્ત્રીઓએ કરવામાં આવેલ સર્વે અનુસાર, શાકભાજી અને ખરાબ થઇ જનારી વસ્તુઓની ભાવોમાં નરમાશથી એપ્રિલમાં છૂટક મોંઘવારી ઘટીને ત્રણ મહિનાના તળીયે આવી શકે છે.

સર્વે અનુસાર તે રીઝર્વ બેંકના ૪૨ ટકા લક્ષ્યથી થોડી વધારે છે. માર્ચમાં રીટેલ ભાવો પર આધારિત મોંઘવારી ૪ મહિનામાં સૌથી વધારે પ.૫૨ ટકા હતી.

(12:48 pm IST)