Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

કોરોના ગામડાઓમાં પ્રસરતા છવાયો ભયનો માહોલઃ ગ્રામિણ અર્થતંત્ર પણ બિમારીના ખાટલે

રૂરલ ઇન્ફાસ્ટ્રકચર ઠપ્પઃ રોકડની અછતઃ પરિયોજનાઓનું કામકાજ અટકયું

નવી દિલ્હી, તા.૧૨: કોરોના સંક્રમણના લીધે દેશના ઘણા ભાગોમાં લાગુ કરાયેલ લોકડાઉનથી શહેરી આર્થિક ગતિવિધીઓ તો ખરાબ રીતે અસરગ્રસ્ત થઇ જ રહી છે, સાથે જ ગ્રામ્ય વિસ્તારો પણ તેની ઝપટમાં આવી રહયા છે. કોરોનાની બીજી લહેરનો પ્રસાર ગ્રામ્ય વિસ્તારોમાં પણ થઇ રહયો છે જેના લીધે આ વિસ્તારોની આર્થિક હાલત બગાડવાનું જોખમ વધી ગયું છે. ગ્રામ્ય વિસતારોની અર્થવ્યવસ્થા આમ તો ખેતી આધારિત માનવામાં આવે છે પણ તેનાથી વધારે  દારોમદાર બીન કૃષિ સંસોધનો પર નિર્ભ ર છે. ગામડાઓમાં વધી રહેલ સંક્રમણથી લોકોમાં ભયનું વાતાવરણ છે.

પરંપરાગત ખેતીમાં ઘઉં અને ચોખ્ખા જેવા અનાજના પાક સિવાય બાકીના પાકોની સ્થિતી સારી નથી. લોકડાઉનના કારણે મીઠાઇની દુકાનો પણ ઘણા સમયથી બંધ છે. શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ લગ્ન અને અન્ય આયોજનો બંધ છે. તેમાં ઉપયોગમાં લેવાતા શાકભાજી, સ્થાનિક ફળો, દૂધ અને અન્ય ઉપજોની માંગમાં જોરદાર ઘટાડો થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં જમીનવિહોણા અને નાના ખેડૂતોની રોજી રોટીનો આધાર ડેરી અને શાકભાજીની ખેતી હોય છે. દૂધની ૪૦ ટકા ખપત જ સંગઠીત ક્ષેત્રની ખાનગી, સરકારી અને સહકારી કંપનીઓમાં થાય છે. બાકીના દૂધનું વેચાણ મીઠાઇ, હોટલ અને ચાની દુકાનો પર થાય છે. આ બધી દુકાનો બંધ હોવાથી દૂધના વેચાણ પર પણ અસર થાય છે.

(12:45 pm IST)