Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ચીને બાંગ્લાદેશને કવાડમાં સામેલ ન થવા આપી ચેતવણી

જો તે ચીન વિરોધી સંગઠનમાં સામેલ થશે તો દ્વીપક્ષીય સંબંધોને માઠી અસર થઇ શકે તેમ હોવાના અપાયા સંકેત

નવી દિલ્હી તા. ૧૨ : કવાડને લઇને ચીનની બેચેની વધી રહી છે. એમ તો આ સંગઠનને લઇને કેટલીયે વાર નાખુશી વ્યકત કરી ચુકયુ છે. પરંતુ આ વખતે તેણે બાંગ્લાદેશને આમા સામેલ ન થવા ચેતવણી ઉચ્ચારી છે. જો બાંગ્લાદેશ આ ચીન વિરોધી ગઠબંધનમાં સામેલ થશે તો તેનાથી દ્વીપક્ષીય સંબંધોને નુકશાન પહોંચી શકે છે. તેમ જણાવ્યુ છે.

બાંગ્લાદેશમાં ચીન રાજદુત લી જીમીંગની આ અસમાન્ય ચેતવણી ચીનના રક્ષામંત્રી જનરલ વેઇફેંગની ઢાકા યાત્રાના કેટલાક અઠવાડીયા પછી સામે આવી છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હામિદ સાથે મુલાકાત દરમિયાન જનરલ ફેંગને આ વાત પર જોર આપ્યુ હતુ કે બન્ને દેશોને દક્ષિણ એશિયાની બાહરી શકિતઓ દ્વારા સૈન્ય ગઠબંધન બનાવવા પ્રયાસોનો સાથે મળીને વિરોધ કરવો જોઇએ.

રાજકીય સંવાદદાતાઓએ એક સંગઠન દ્વારા અયાોજીત ડીઝીટલ બેઠકમાં લી એ કહેલ કે બાંગ્લાદેશ માટે ચાર દેશોની આ નાનકડી કલબ (કવાડ) માં સામેલ થવુ નિશ્ચિતરૂપથી ખરી વિચારધારા નહી હોય. કેમ કે એનાથી દ્વીપક્ષીય સંબંધોને મોટુ નુકશાન પહોંચી શકે છે.

ચીનના રાજદુતે આ વિવાદીત નિવેદન પર બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડોકટર એ. કે. અબ્દુલ મોમીને જણાવેલ કે બાંગ્લાદેશ ગુટ નિરપેક્ષ તથા સંતુલિત વિદેશ નીતિનું અનુસરણ કરે છે એન એ ખુદ નક્કિ કરશે કે આ સિધ્ધાંતોને અનુરૂપ શું કરવું જોઇએ.

(11:38 am IST)