Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

આ વાયરસ ખતરનાક હોવાનો દાવો

ભારતનો કોવિડ-૧૯ વેરીયન્ટ વિશ્વના ૪૪ અન્ય દેશોમાં પણ મળ્યોઃ ડબલ્યુએચઓ

નવી દિલ્હી, તા. ૧૨ :. ભારતમાં મળેલા કોરોના વાયરસ વેરીયન્ટની પુષ્ટી વિશ્વના અનેક ડઝન દેશોમાં થઈ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ માહિતી આપી છે. આ સંગઠનનું કહેવુ છે કે ભારતમાં ઝડપથી વધતા સંક્રમણના મામલાઓ પાછળ બી.૧.૬૧૭ વેરીયન્ટ જવાબદાર છે. ખાસ વાત એ છે કે ભારત ઉપરાંત બ્રિટનમાં આ વેરીયન્ટના સૌથી વધુ દર્દીઓ મળ્યા છે.

સંગઠનના કહેવા મુજબ કોવિડ-૧૯નો આ વેરીયન્ટ ૪૪ દેશોમાં જોવા મળ્યો છે. ભારતમાં પહેલીવાર તે ઓકટોબરમા મળ્યો હતો. આ પહેલા આ યાદીમાં બ્રિટન, બ્રાઝીલ અને દ. આફ્રિકામાં મળેલા કોરોનાના અન્ય વેરીયન્ટના નામ સામેલ હતા. જે વધુ ખતરનાક ગણાય છે, કારણ કે તે કાં તો ઝડપથી ફેલાય છે અથવા વેકસીન સુરક્ષાથી બચીને નિકળવામાં તે સક્ષમ છે.

૧૩૦ કરોડથી વધુ વસ્તીવાળો ભારત દેશ હાલ મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત છે. ડબલ્યુએચઓનુ કહેવુ છે આ વેરીયન્ટ અમને ૫ અન્ય દેશોમાં પણ તેની મોજુદગીની આશંકાના રીપોર્ટ મળ્યા છે.

(10:56 am IST)