Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

સરકાર પોતાનો નિર્ણય મૂકી દેશે કોલ્ડસ્ટોરેજમાં

ચેક બાઉન્સ અપરાધની શ્રેણીમાં રહેશે

નવી દિલ્હી, તા.૧૨: સરકાર ચેક બાઉન્સને ગુનાની શ્રેણીમાંથી બહાર કાઢવાની પોતાની પહેલાની યોજનાને અભેરાઇએ ચડાવી શકે છે. સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે કે ચેક બાઉન્સને અપરાધ ગણવાની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવે જેથી કાર્યવાહીના ભયથી લોકો પોતાના નાણાકીય વાયદાઓ પુરા કરતા  રહે. ચેક બાઉન્સના ચાલી રહેલ કેસો જલ્દી પુરા કરવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ પર એક સમિતિની રચના કરવામાં આવી છે. સરકાર અંતિમ નિર્ણય કરતા પહેલા આ સમિતિની ભલામણો પર પણ વિચાર કરી શકે છે.

નાણાકીય સેવા વિભાગે ધંધાકીય ધારણાઓ સુધારવા તથા કોર્ટમાં કેસો ઘટાડવા માટે નાના-મોટા ગુનાઓને ફોઝદારી ગુનાની પણ સામેલ હતો. આના માટે વિભીન્ન હિતધારકો પાસેથી પ્રતિક્રિયાઓ મંગાવાઇ હતી.

એક સીનીયર અધિકારીએ પ્રતિક્રિયાઓની માહિતી આપતા કહયું કે વર્તમાન વ્યવસ્થા ચાલુ રાખવાનું કહેવામાં આવ્યું કેમ કે અત્યારે કાયદાકીય કાર્યવાહીના ભયથી લોકો ખોટા ચેક નથી આપતા અને પોતાનું પેમેન્ટ બરાબર કરે છે. અધિકારીએ કહયું કે મોટા ભાગના હિતધારકોએ પ્રતિક્રિયામાં કહયું કે ચેક બાઉન્સ બાબતે અત્યારે જે સખ્તાઇ છે તે ઘટાડવામાં ના આવે.

(10:54 am IST)