Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

વરરાજો ચંપલથી પોંખાયો : ફેરા ટાણે કારની ડિમાન્ડ કરનારા વરરાજાને ગામવાળાએ ધોઇ નાખ્યો : આખી જાનનું કરી નાખ્યું અપહરણ

હિસાર,ચતા.૧૨: દહેજના લાલચી વરરાજાને દુલ્હન લીધા વગર જ વિલા મોઢે ઘરે પાછા ફરવુ પડ્યુ, તો વળી જાન પણ લીલા તોરણે પાછી આવી. લગ્નનો ખર્ચ વસૂલ્યા બાદ જ વરરાજા અને જાનને જવા દીધી. આ મામલો હરિયાણાના પલવલ જિલ્લાનો છે. રવિવારે જિલ્લાના ગામ મઢનાકાની આ ઘટના છે.

નામ નહીં લખવાની શરતે જણાવ્યુ હતું કે, ગામ મઢનાકા નિવાસી એક શખ્સે પોતાની દિકરીની સગાઈ ધોડી ગામમાં નક્કી કરી હતી.

લગ્નની તારીખે ૯મે રવિવારે નક્કી કરી હતી. શનિવારના રોજ વરરાજાના પિતાએ યુવતીના પિતાને ફોન કરી કાર આપવી પડશે તેવી ડિમાન્ડ રાખી. કાર નહીં આપો તો ફેરા નહીં થાય, કારની ડિમાન્ડ સાંભળી યુવતીનો પરિવાર સ્તબ્ધ થઈ ગયો. અંદરોઅંદર વિચાર કર્યા બાદ આખરે કાર આપવા માટે રાજી થયા.

રવિવારે ગામ ધોડીથી મઢનાકા આવેલી જાનમાં લગભગ ૨૫ જેટલા જાનૈયા હતા. જાન માંડવે પહોંચે તે પહેલા જ વરરાજાએ યુવતીના પિતા પાસે કારની ડિમાન્ડ રાખી. આ વાત સાંભળીને ગામ લોકો પણ અકળાયા હતા.

પછી તો શું ગામ લોકોએ વરરાજા અને જાનૈયાઓને ખાસડા માર્યા, આખી જાનને બંધક બનાવી દીધી. ગામ લોકોનું કહેવુ છેકે, દુલ્હને આવા લાલચી વરરાજા સાથે લગ્ન કરવાની જ ના પાડી દીધી.

હવે લગ્ન નહીં થાય અને જે ખર્ચ થયો તે પણ આપવો પડશે. આ લગ્નમાં લગભગ ૭ લાખ જેટલો ખર્ચ આવ્યો હતો. આ રકમ ચુકવ્યા બાદ જ જાનને જવા દીધી. વરરાજાએ અને જાનૈયા માંડ માંડ કરી જયાં ત્યાંથી પૈસા ભેગા કરી જાન લુતાલમણે પાછી લઈ ગયા. ગામવાળાએ પણ લગ્નનો ખર્ચ લીધા પછી જ જાનને જવા દીધી. હાલમાં આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.

(10:22 am IST)