Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ચોંકાવનારો દાવો

રંગીન મિજાજના હતા બિલ ગેટ્સ : ઘરે થતી હતી વાઈલ્ડ પાર્ટી : નાઈટ કલબથી આવતી સ્ટ્રિપર્સ

માઈક્રોસોફટના સંસ્થાપક બિલ ગેટ્સે જયારેથી પત્ની મેલિન્ડા ગેટ્સને ડિવોર્સની જાહેરાત કરી છે ત્યારથી ભાત ભાતની અટકળો થઈ રહી છે

વોશિંગ્ટન,તા.૧૨: માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે જયારેથી પત્ની મેલિન્ડા ગેટ્સને ડિવોર્સની જાહેરાત કરી છે ત્યારથી ભાત ભાતની અટકળો થઈ રહી છે. આ બધા વચ્ચે બિલ ગેટ્સ પર પુસ્તક લખનારા પત્રકાર જેમ્સ વોલેસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વોલેસનું કહેવું છે કે ગેટ્સ એવી નાઈટ કલબમાં જતા હતા  જયાં અશ્લિલ ડાન્સ થાય છે. એટલું જ નહીં તેઓ સ્ટ્રિપર્સ પણ હાયર કરતા હતા.

એક ઈન્ટરવ્યુમાં જેમ્સ વોલેસે બિલ ગેટ્સના જીવન અંગે અનેક વાતો જણાવી છે. તેમણે જણાવ્યું કે બિલ વાઈલ્ડ પાર્ટીઓના શોખીન રહ્યા છે. તેઓ એવી નાઈટ કલબમાં જતા હતા જયાં ન્યૂડ ડાન્સ થાય છે. તેઓ અનેકવાર કલબમાં ડાન્સ કરનારી સ્ટ્રિપર્સને હાયર કરીને પોતાના ઘરે પણ લાવ્યા હતાં.

વોલેસના જણાવ્યાં મુજબ હવે જોવાની વાત એ રહેશે કે શું બિલ ગેટ્સ ડિવોર્સ બાદ ફરીથી એ દુનિયામાં પાછા ફરે છે? પત્રકાર વોલેસે જણાવ્યું કે બિલ ગેટ્સના વોશિંગ્ટન અને સિએટલ સ્થિત ઘરોમાં ન્યૂડ પાર્ટીઓ થતી હતી. પોતાની જવાનીના દિવસોમાં માઈક્રોસોફ્ટના ચેરમેન નાઈટકલબ જતા હતા અને ત્યાંથી ડાન્સરને લઈને આવતા હતા. ત્યારબાદ તેઓ તેની સાથે ન્યૂડ થઈને ઈન્ડોર

૧૯૯૦ના દાયકામાં બિલ ગેટ્સ પર બે પુસ્તકો લખનારા વોલેસે એમ પણ કહ્યું કે બિલ ગેટ્સની રંગીન મિજાજીની અસર મેલિન્ડા સાથેના તેમના સંબંધ પર પડ્યો. જયારે બિલ અને મેલિન્ડાનો પ્રેમ ચરમ પર હતો ત્યારે પણ તેઓએ ફ્લર્ટ કરવાનું છોડ્યું નહતું. તેમણે કહ્યું કે બિલ ગેટ્સ માઈક્રોસોફ્ટ કવર કરનારી મહિલા પત્રકારો સાથે પણ નીકટ સંબંધો ઘરાવતા હતા. જો કે તેમનો આ પક્ષ કયારેય મીડિયામાં આવ્યો નહીં. કારણ કે કોઈ પણ માઈક્રોસોફ્ટ વિરુદ્ઘ નેગેટિવ ખબર છાપવા માંગતું નહતું.

વોલેસે જણાવ્યું કે લગ્ન પહેલા મેલિન્ડાનું નામ ફ્રેન્ચ હતું. એક સમય એવો પણ આવ્યો જયારે બિલ ગેટ્સ સાથે તેમનો સંબંધ લગભગ પૂરો થઈ ગયો હતો, કારણ કે બિલ ગેટ્સ કોઈ કમિટમેન્ટ કરવાના મૂડમાં નહતા અને ફ્રેન્ચ લગ્ન કરવા માંગતી હતી. જો કે ત્યારબાદ સહમતિ બની ગઈ. નોંધનીય છે કે બિલ અને મેલિન્ડા ગેટ્સના ડિવોર્સ અંગે અનેક અટકળો થઈ રહી છે. વચ્ચે એવા પણ ખબર હતા કે બિલ તેમની જૂની ગર્લફ્રેન્ડના સંપર્કમાં છે આથી તેમણે મેલિન્ડા સાથે સંબંધ તોડી નાખ્યો છે. જયારે એક ચીની મહિલાનું નામ પણ સંકળાઈ રહ્યું છે.

(10:21 am IST)
  • બુધવારે દિલ્હી સહિત દેશના કોઈ ભાગમાં ઇદનો ચાંદ જોવા મળ્યો નથી, તેથી ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર શુક્રવારે ઉજવવામાં આવશે અને 30 મુ અંતિમ રોજુ, ગુરુવારે થશે. ફતેપુરી મસ્જિદના શાહી ઇમામ મૌલાના મુફ્તી મુકર્રમે કહ્યું હતું કે ઈદનો ચાંદ દિલ્હી સહિત દેશના કોઈ પણ ભાગમાં જોવા મળ્યો નથી, તેથી ઇદનો તહેવાર 14 મે, શુક્રવારે ઉજવાશે. access_time 9:54 pm IST

  • મળતા અહેવાલો મુજબ અમદાવાદ, ગુજરાતના ચેરિટી કમિશનરે એનજીઓ ‘વી ધ પીપલ ચેરીટેબલ ટ્રસ્ટ’ ના બેન્ક ખાતા ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ NGO ના નામે ભંડોળ એકત્રિત કરી રહ્યા હતા, બાદ આ હુકમ થયો છે. એનજીઓને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. એક તપાસમાં જાણવા મળ્યું છે કે મેવાણી આ સંસ્થાના ટ્રસ્ટી નથી. ટ્રસ્ટ તરફથી જવાબ માંગવામાં આવ્યો છે કે શું મેવાણીને આવી કોઈ અપીલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા? પરંતુ રિપોર્ટ પ્રમાણે હજી સુધી NGO તરફથી કોઈ જવાબ મળ્યો નથી તેમ જાણવા મળે છે. access_time 12:18 am IST

  • કેન્દ્ર સરકારને આડે હાથે લેતા, કોરોના રસીકરણ અંગે બોમ્બે હાઈકોર્ટે બુધવારે કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકારે કેટલાક મહિના પહેલા વરિષ્ઠ નાગરિકો માટે ડોર-ટુ-ડોર રસીકરણ શરૂ કર્યું હોત, તો ઘણા જાણીતા વ્યક્તિઓ સહિત અનેક લોકોનો જીવ બચાવી શકાયો હતો. મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણીની ખંડપીઠે કેન્દ્રને કહ્યું હતું કે, જ્યારે રસીકરણ કેન્દ્રોની મુલાકાત લેવામાં અસમર્થ વરિષ્ઠ નાગરિકોના જીવનનો પ્રશ્ન છે, ત્યારે ડોર-ટુ-ડોર રસીકરણ કાર્યક્રમ કેમ શરૂ કરાયો નથી? access_time 9:42 pm IST