Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

લગ્નના માત્ર ૫ કલાક બાદ દુલ્હનનું મોત : ડોલીની જગ્યાએ અર્થી ઉઠી : પતિએ આપી મુખાગ્નિ

પતિને જીવનભર સાથે રહેવાનું વચન આપનારી દુલ્હને કલાકોમાં જ સાથ છોડી દીધો, સાત ફેરા..સિંદૂર લગાવ્યા બાદ નિશાની તબિયત લથડી અને હોસ્પિટલમાં તોડ્યો દમ

મુંગેર,તા.૧૨: બિહારના મુંગેરમાં એક એવી ઘટના સામે આવી, જેને સાંભળીને લોકોને વિશ્વાસ પણ નથી થઈ રહ્યો કે આવું પણ બની શકે છે. અહીં એક લગ્ન સમારોહમાં કન્યાએ સાત ફેરા લીધા, પતિએ તેની માંગમાં સિંદૂર ભર્યું, પરંતુ લગ્નને માત્ર પાંચ કલાક જેટલો સમય થયો હશે કે, દુલ્હનનું અચાનક મોત થઈ ગયું. આમ જે ઘરમાંથી કન્યાની ડોલી નીકળવાની હતી ત્યાંથી તેની અર્થી ઉઠી હતી. આટલું જ નહીં, પરંપરા મુજબ પતિએ જ તેને મુખાગ્નિ આપી હતી.

મામલો તારાપુર સબડિવિઝનના અફઝલ નગર પંચાયતના ખુડિયા ગામનો છે. અહીં પરિવારના સભ્યો રંજન યાદવ ઉર્ફે રંજયની પુત્રી નિશા કુમારીના લગ્નને લઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત હતા. નિર્ધારિત સમય મુજબ ૮જ્રાક મેના રોજ ખડગપુરના મહકોલા ગામથી સુરેશ યાદવના દીકરા રવિશની જાન આવી પહોંચી હતી. કોરોના ગાઈડલાઈનનું પાલન કરતા ઓછા જાનૈયા આવ્યા હતા. લગ્નને લઈને બંને પરિવારમાં ખુશીનો માહોલ હતો.

લગ્નને લગતી તમામ વિધિઓ ચાલી રરહી હતી. વર-કન્યાએ સાત ફેરા લીધાં હતાં અને વરરાજાએ દુલ્હનની માંગ પણ ભરી દીધી હતી, ત્યારબાદ અચાનક દુલ્હન બનેલી નિશાની તબિયત બગડી ગઈ. ત્યારે બંનેના પરિવારે તેણીને તાત્કાલિક તારાપુર સ્થિતિ એક કોમ્યુનિટી સેન્ટર લઈ ગયા હતા. જયાં ડોકટરોએ તેની હાલત નાજૂક જોઈને વધુ સારવાર માટે ભાગલપુર રેફર કરી દીધી અને સારવાર દરમિયાન લગ્નના જોડામાં જ નિશાએ અંતિમ શ્વાસ લીધા હતા.

બંને બાજુના પરિવારના સભ્યો નિશાને તારાપુર સ્થિત કોમ્યુનિટી સેન્ટરમાં લઇ ગયા હતા. અહીંની નાજુક પરિસ્થિતિ જોઈને તબીબોએ વધુ સારી સારવાર માટે ભાગલપુર રિફર કર્યા. સારવાર દરમિયાન નિશાએ લાલ ટ્યૂલિપ દંપતીમાં અંતિમ શ્વાસ લીધા હતા.

આ ઘટના બાદ ખુદિયા ગામમાં માતમ ફેલાઈ ગયો. લોકો કહેવા લાગ્યા કે થોડા સમય પહેલા જ નિશાએ પતિને જીવનભર સાથે રહેવાનું વચન આપ્યું હતું અને થોડા કલાકોમાં સાથ છોડી દીધો. આ પછી નિશા સાથે સાત ફેરા લેનાર રવિશ સામે વિચિત્ર પરિસ્થિતિ ઉભી થઈ ગઈ, કારણ કે જે પત્નીને વિદા કરીને તેની સાથે મહકોલા આવવાનું હતું તેની જગ્યાએ સીધા સ્મશાન જવું પડ્યું.

સુલ્તાનગંજ સ્મશાન ઘાટ પર રવિશે સનાતન પરંપરા મુજબ મુખાગ્નિ આપી હતી અને થોડા કલાકો પહેલા જ પત્ની બનેલી નિશાને અંતિમ વિદાય આપી હતી. આ ઘટનાને લઈને આખા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને લોકો પણ આ ઘટના અંગે ચર્ચા કરી રહ્યા છે. અફઝલ નગર પંચાયતના સરપંચ ઋષિ કુમાર સુમન કહે છે કે ખૂબ જ ઉત્સાહ સાથે લગ્ન કરવામાં આવ્યા. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું, પરંતુ ભગવાનને જે મંજૂર હોય.

(10:20 am IST)
  • મંગળવારે બપોરે પશ્ચિમ બંગાળના જુદા જુદા ભાગોમાં તોફાન અને ભારે વરસાદને કારણે આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અધિકારીઓએ આ માહિતી આપી. હવામાન ખાતાના એક અધિકારીએ જણાવ્યું હતું કે વીજળી પડવાથી અને કલાકે 50 કિલોમીટરની ઝડપે થયેલ ધૂળના તોફાનને કારણે કોલકાતા, ઉત્તર 24 પરગણા, નાદિયા, મુર્શીદાબાદ, બાંકુરા, પૂર્વી બર્ધમાન, પશ્ચિમ મેદનીપુર, બીરભૂમ અને પુરૂલિયા જિલ્લામાં ભારે નુકસાન થયું છે. access_time 11:57 pm IST

  • રાજકોટ એસટી બસપોર્ટ સહિત ડિવિઝનના ૩૦૦ બસ રૂટ ૧૮ મે સુધી બંધ રાખવા વિભાગીય કચેરીનો નિર્ણય : કુલ ૯ ડેપોના કુલ ૫૦૦ રૂટમાંથી ૨૦૦ રૂટ હાલ કાર્યરત access_time 11:29 am IST

  • ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ ચાલતી હતી, ૯ નબીરા સહિત ૪ કોલગર્લ ઝડપાઇ : કોરોના કાળમાં આણંદમાં એક ખાનગી ફાર્મ હાઉસમાં મોડીરાતે દારૂની મહેફીલ માણતા ૯ નબીરા ઝડપાયા હોવાનું ટીવી અહેવાલો જણાવે છે. આ દરોડામાં ૪ કોલગર્લ પણ ઝડપાઇ હતી. access_time 3:00 pm IST