Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

દેશમાં કોરોનાના નવા કેસ કરતા રિકવરી વધી : નવા 3,48 લાખથી વધુ કેસ નોંધાયા 3,55 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા : રેકોર્ડબ્રેક 4198 લોકોના મોત :એક્ટિવ કેસ ઘટીને 96,99 લાખથી વધુ

મહારષ્ટ્રમાં 40,956 કેસ ,કર્ણાટકમાં 39,510 કેસ,કેરળમાં 37,290 કેસ, તામિલનાડુમાં 29,272 કેસ ,ઉત્તર પ્રદેશમાં 20,445 કેસ,આંધ્રપ્રદેશમાં 20,345 કેસ, પશ્ચિમ બંગાળમાં 20,136 કેસ, રાજસ્થાનમાં 16,080 કેસ, દિલ્હીમાં 12,448 કેસ,હરિયાણામાં 11,637 કેસ, , બિહારમાં 10,920 કેસ, ગુજરાતમાં 10,990 કેસ નોંધાયા

 નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં 3,48,389 નવા કેસ નોંધાયા છે 

 સાથે છેલ્લા 24 કલાકમાં 4198 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.54,225 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 3,48,389 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,33,40,428 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 36,99,665એ  પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 3,55,256 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  1.93,73,648 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ મહારષ્ટ્રમાં 40,956 કેસ ,કર્ણાટકમાં 39,510 કેસ,કેરળમાં 37,290 કેસ, તામિલનાડુમાં 29,272 કેસ ,ઉત્તર પ્રદેશમાં 20,445 કેસ,આંધ્રપ્રદેશમાં 20,345 કેસ, પશ્ચિમ બંગાળમાં 20,136 કેસ, રાજસ્થાનમાં 16,080 કેસ, દિલ્હીમાં 12,448 કેસ,હરિયાણામાં 11,637 કેસ, , બિહારમાં 10,920 કેસ, ગુજરાતમાં 10,990 કેસ નોંધાયા છે

 

(1:02 am IST)
  • કોરોના વાયરસના B.1.617 વેરિયન્ટને "ભારતીય સંસ્કરણ" કહેવાતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) તેના દસ્તાવેજોમાં આ શબ્દ માટે ભારતીય શબ્દનો ઉપયોગ કર્યો નથી. મંત્રાલયે બી.1.617 વાયરસ વેરિયન્ટ માટે ભારતીય સંસ્કરણનો ઉપયોગ કરીને નિરાધાર અને પાયાવિહોણા મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા છે, જેને માટે WHO એ તાજેતરમાં આ વેરિયન્ટને વૈશ્વિક ચિંતા કહી છે. access_time 9:53 pm IST

  • મહારાષ્ટ્ર - દિલ્હીમાં રસીની અછતઃ સેન્ટરોને લાગ્યા તાળા : મહારાષ્ટ્રબાદ હવે દિલ્હીએ પણ ભારત બાયોટેકની બનાવેલી 'કોવેકસીન'ની અછતનો દાવો કર્યો છે દિલ્હીના ઉપપ્રમુખ મંત્રી મનીષ સીસોદીયાએ કહયું કે પાટનગરમાં કોવેકસીનનો સ્ટોક પૂર્ણ થઇ ગયો છે. તેથી સેન્ટરને બંધ કરવા પડયા છે. તેઓએ કહયું કે ભારત બાયોટેકે જવાબ આપ્યો છે કે કેન્દ્રના આદેશોથી વિરૂધ્ધ જઇને વેકસીન ઉપલબ્ધ કરાવી શકાય નહી જો કે ભારત બાયોટેકે તે રાજયોની યાદી જાહેર કરી હતી. જેને તેઓએ કેન્દ્રના હસ્તક્ષેપ વગર સીધા વેકસીન સપ્લાય કરી રહ્યું છે. તેમાં દિલ્હીનું નામ પણ સામેલ છે. access_time 3:45 pm IST

  • પોરબંદરમાં આજે 21 મૃતદેહને અગ્‍નીસંસ્‍કાર કરાયો હતો જેમાં 4 કોરોનાનો પોઝીટીવ હોવાનું જાણવા મળે છે access_time 9:43 pm IST