Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

પેલેસ્ટાઇની અને ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ :ગાઝાએ 300થી વઘારે રૉકેટ ઝીંક્યા : ઇઝરાયલનો વળતો હુમલો :અનેકના મોત

ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર ઉગ્રવાદીઓને નિશાન બનાવીને ઍરસ્ટ્રાઇક :ગાઝા પટ્ટીના 150 સ્થળોને નિશાન બનાવ્યા : 26 પેલેસ્ટાઇનીઓના મોત: યુએસ, યુરોપિયન યુનિયન, યુકેની તણાવ ઘટાડવા અપીલ

નવી દિલ્હી : પેલેસ્ટાઇની ચરમપંથીઓ અને ઇઝરાયલની સેના વચ્ચે રૉકેટ હુમલાઓમાં ગાઝા અને ઇઝરાયેલમાં અનેક લોકો મૃત્યુ પામ્યાં છે.

સોમવાર રાતથી અત્યાર સુધી ગાઝાએ ઇઝરાયલ પર 300થી વઘારે રૉકેટ ઝીંક્યા છે જેમાં 2 ઇઝરાયેલીઓ મૃત્યુ પામ્યાં.હતા  સામે, ઇઝરાયેલ તરફથી ગાઝા પટ્ટીના 150 સ્થળોને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો છે જેમા 26 પેલેસ્ટાઇનીઓ મૃત્યુ પામ્યાં છે.

ઇઝરાયેલ તરફથી ગાઝા પટ્ટીના 150 સ્થળોને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો છે જેમા 26 પેલેસ્ટાઇનીઓ મૃત્યુ પામ્યાં છે.

આંતરરાષ્ટ્રીય સમુદાય બેઉ પક્ષોને હુમલાઓ બંધ કરવાની અપીલ કરી રહ્યો છે.

ગાઝાની સત્તા ધરાવનાર ચરમપંથી સમૂહ હમાસનું કહેવું છે કે તેઓ આ હુમલાઓ જેરૂસલેમમાં અલ-અક્સા મસ્જિદને ઇઝરાયેલના આક્રમણ અને આંતકવાદથી સુરક્ષા માટે કરે છે.

દુનિયાભરમાંથી દેશોએ ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના હુમલાઓ બાદ શાંતિની અપીલ કરી છે.

પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે યુએસ, યુરોપિયન યુનિયન, યુકેએ ઇઝરાયલ અને પેલેસ્ટાઇનને અરજ કરી છે કે તણાવની સ્થિતિને શક્ય હોય એટલી ઝડપે ઘટાડી દે.

સોમવારે રાત્રે પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓએ જેરૂસલેમ તરફ રૉકેટ છોડ્યા, એ બાદ સ્થિતિ વધારે વણસી છે.જવાબમાં:  ઇઝરાયલની સેનાએ ગાઝા પટ્ટી પર ઉગ્રવાદીઓને નિશાન બનાવીને ઍરસ્ટ્રાઇક કરી હતી.

પેલેસ્ટાઇનના ગાઝામાં રહેલા આરોગ્ય અધિકારીઓ કહે છે કે ઍરસ્ટ્રાઇકમાં બાળકો સહિત 20 લોકો માર્યા ગયા છે.

ઇઝરાયલની સેનાનું કહેવું છે કે મૃતકો પૈકી ત્રણ હમસ ગ્રૂપના હતા, જેઓ ગાઝામાં સત્તા પર છે.

અલ-અક્સા મસ્જિદ પરિસર કે જે જૂના જેરૂસલેમ શહેરમાં છે, તેને મુસ્લિમોની સૌથી પવિત્ર જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે.

(12:42 am IST)
  • મળતા અહેવાલો મુજબ અમદાવાદ, ગુજરાતના ચેરિટી કમિશનરે એનજીઓ ‘વી ધ પીપલ ચેરીટેબલ ટ્રસ્ટ’ ના બેન્ક ખાતા ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ NGO ના નામે ભંડોળ એકત્રિત કરી રહ્યા હતા, બાદ આ હુકમ થયો છે. એનજીઓને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. એક તપાસમાં જાણવા મળ્યું છે કે મેવાણી આ સંસ્થાના ટ્રસ્ટી નથી. ટ્રસ્ટ તરફથી જવાબ માંગવામાં આવ્યો છે કે શું મેવાણીને આવી કોઈ અપીલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા? પરંતુ રિપોર્ટ પ્રમાણે હજી સુધી NGO તરફથી કોઈ જવાબ મળ્યો નથી તેમ જાણવા મળે છે. access_time 12:18 am IST

  • પોરબંદરમાં આજે 21 મૃતદેહને અગ્‍નીસંસ્‍કાર કરાયો હતો જેમાં 4 કોરોનાનો પોઝીટીવ હોવાનું જાણવા મળે છે access_time 9:43 pm IST

  • મંગળવારે બપોરે પશ્ચિમ બંગાળના જુદા જુદા ભાગોમાં તોફાન અને ભારે વરસાદને કારણે આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અધિકારીઓએ આ માહિતી આપી. હવામાન ખાતાના એક અધિકારીએ જણાવ્યું હતું કે વીજળી પડવાથી અને કલાકે 50 કિલોમીટરની ઝડપે થયેલ ધૂળના તોફાનને કારણે કોલકાતા, ઉત્તર 24 પરગણા, નાદિયા, મુર્શીદાબાદ, બાંકુરા, પૂર્વી બર્ધમાન, પશ્ચિમ મેદનીપુર, બીરભૂમ અને પુરૂલિયા જિલ્લામાં ભારે નુકસાન થયું છે. access_time 11:57 pm IST