Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

મુંબઈના એન્ટેલિયા પ્રકરણમાં પોલીસ અધિકારી વાઝે ડિસમિસ: મુકેશ અંબાણીના નિવાસસ્થાન પાસે આતંકી સંગઠનના નામે નકલી એન્કાઉન્ટર કરવાનો પ્લાન હતો: અમલમાં મૂકે તે પહેલા જ સપડાઇ ગયો

મુંબઈ : રિલાયન્સના ચેરમેન શ્રી મુકેશ અંબાણીના મકાન પાસેથી મળી આવેલી વિસ્ફોટક ભરેલી કાર અને ઉદ્યોગપતિ મનસુખ હિરનના મોત મામલે આરોપી  સચિન વાઝે સામે મોટી કાર્યવાહી થઈ છે.  મુંબઈ પોલીસના આ ભૂતપૂર્વ અધિકારી સચિન વાઝેને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે તે પોલીસ સર્વિસમાંથી બરતરફ-ડિસમિસ થયેલ છે.  મંગળવારે મુંબઇ પોલીસે જણાવ્યું હતું કે સચિન વાઝે પોલીસ સેવામાંથી બરતરફ થઈ ગયા છે.  સચિન વાઝેની ૧૩ માર્ચે ધરપકડ કરવામાં આવી હતી.
 એન્ટેલિયા પ્રકરણમાં  આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર રિયાઝુદ્દીન કાઝી અને પૂર્વ પોલીસ કર્મીઓ વિનાયક શિંદે અને ક્રિકેટર બુકી નરેશ ગોરની પણ ધરપકડ કરી છે, જે એનઆઈએ ક્રાઈમ ઇન્ટેલિજન્સ યુનિટમાં વાજે સાથે કામ કરતો હતો.  કાજીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  એન્ટિલિયા કેસ ઉપરાંત મનસુખ હિરણની મોત મામલે સચિન વાજેની  તપાસ ચાલી રહી છે.  મનસુખ હિરણની લાશ ૫ માર્ચે મુંબઈમાં મળી હતી.  એવું કહેવામાં આવે છે કે ૨૫ ફેબ્રુઆરીએ અંબાણીના ઘર નજીક જે કાર પાર્ક કરવામાં આવી હતી તે મનસુખની હતી. આ પછી, ૧૩ માર્ચે સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી હતી.
વાસ્તવમાં, શ્રી મુકેશ અંબાણીના ઘર પાસે  વિસ્ફોટક કાર અને મનસુખ હિરેનની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેની રમત અહીં સુધી મર્યાદિત નહોતી.  એનઆઈએના સૂત્રો કહે છે કે વાઝે આતંકવાદી સંગઠનના નામે મોટા કાવતરાની યોજના બનાવવામાં સામેલ હતો.  તે નકલી એન્કાઉન્ટર પણ કરાવવાનો હતો.  સચિન પોતાનું આ કાવતરુ અમલમાં મૂકે તે પહેલા તે પોતાની જ ગૂંથેલી જાળમાં ફસાઈ ગયો હતો અને હવે તે એનઆઈએની કેદમાં છે.

(12:00 am IST)