Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

દાઉદ અને લશ્કર-એ-તોઇબા વચ્ચે બેઠકઃ ભારત વિરૂદ્ઘ ષડયંત્ર

નવી દિલ્હી, તા.૧૨: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઇબા વચ્ચે ઇસ્લામાબાદમાં બેઠક થઈ છે. સૂત્રોએ આપેલી જાણકારી મુજબ, બંને વચ્ચે બેઠક રવિવારે સાંજે યોજાઈ હતી. સૂત્રોએ સંકેત આપ્યો છે કે, દાઉદ અને લશ્કર-એ-તોઇબા મળીને ભારતમાં આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યાં છે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇ આતંકવાદીઓ સાથે મળીને ભારતમાં અશાંતિ ફેલાવવા ઇચ્છે છે. સૂત્રોએ જણાવ્યું છે કે, પાકિસ્તાન દાઉદ અને આતંકવાદી સંસ્થા લશ્કરની મદદ સાથે ભારતમાં આતંકવાદ ફેલાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે.આ માટે લશ્કરે દાઉદ ઇબ્રાહિમ સાથે હાથ મિલાવ્યો છે. સૂત્રોએ જણાવ્યું છે કે, દાઉદ રવિવારે ઇસ્લામાબાદમાં એના ફાર્મહાઉસમાં જોવા મળ્યો હતો. સૂત્રોએ જાણકારી આપી હતી કે, દાઉદ ઇબ્રાહિમ લશ્કરના આગેવાનોને મળવા માટે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ)ની એક ટીમ સાથે ગયો હતો.

(11:40 am IST)