Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ માઈક પેન્સને ક્વોરોન્ટાઇન નથી કરાયા : આજ સોમવારે વ્હાઇટ હાઉસમાં હાજરી આપશે : સત્તાવાર પ્રવક્તાની સ્પષ્ટતા

વોશિંગટન :  અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ માઈક પેન્સને ક્વોરોન્ટાઇન નથી કરાયા તેઓ  આજ સોમવારે વ્હાઇટ હાઉસમાં હાજરી આપશે તેવી તેમના સત્તાવાર પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે.
આ અગાઉ તેઓ સેલ્ફ આઇસોલેટ થયા હતા તે અંગે પણ સ્પષ્ટતા કરતા જણાવાયું છે કે તેઓના સ્ટાફને કોરોના વાઇરસ પોઝિટિવ આવતા તેમને  દરરોજ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે.જે નેગેટિવ આવી રહ્યો છે.તેથી તેઓ આજ સોમવારથી વ્હાઇટ હાઉસમાં હાજર થઇ શકે છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:05 pm IST)