Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

મતદાનની સાથે-સાથે.......

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ મતદાન કર્યું

નવી દિલ્હી,તા. ૧૨ : લોકસભાની ચૂંટણીના છટ્ઠા તબક્કા માટે આજે સઘન સુરક્ષા વચ્ચે ૬૧ ટકાથી વધુ મતદાન થયું હતું. આની સાથે જ છ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ચુકી છે. હવે માત્ર એક તબક્કામાં મતદાન બાકી છે. ત્યારબાદ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે. અગાઉના પાંચ તબક્કાની જેમ જ છઠ્ઠા તબક્કામાં પણ બંગાળમાં હિંસા વચ્ચે ૮૦ ટકાથી વધુ મતદાન થયું હતું.  મતદાનની સાથે સાથે નીચે મુજબ છે.

*    છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો

*    ભોપાલ સીટ ઉપર ઉમેદવાર રહેલા દિગ્વિજય સિંહ મતદાન ન કરી શક્યા

*    રોબર્ટ વાઢેરા, પ્રિયંકા વાઢેરા, રાહુલ ગાંધી, ગૌતમ ગંભીર, વિરાટ કોહલી સહિતના તમામ લોકપ્રિય હસ્તિઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો

*    સાત રાજ્યોને આવરી લેતી ૫૯  સીટ પર મતદાન પૂર્ણ થયું. છઠ્ઠા તબક્કામાં આશરે ૬૧ ટકાથી વધારે મતદાન થયું

*    ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશમાં તમામ સાત ચરણમાં મતદાન થશે

*    છ્ઠા તબક્કામાં આશરે ૧૦ કરોડ ૧૬ લાખથી વધારે મતદારો હતા જે પૈકી ૬૧ ટકાથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોેગ કર્યો

*    છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં મતદાન સાથે ૯૭૯ ઉમેદવારોના ભાવિ સીલ થયા

*    છ્ઠા તબક્કાની ચૂંટણી માટે એક લાખ ૧૩ હજાર મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા

*    આજના મતદાન સાથે હવે ૫૯ સીટ પર મતદાન બાકી રહ્યું

*    છઠ્ઠા તબક્કામાં બિહારની આઠ, હરિયાણાની ૧૦, ઝારખંડની ચાર, મધ્યપ્રદેશની આઠ સીટ પર મતદાન થયું. સાથે સાથે ઉત્તરપ્રદેશની ૧૪ સીટ અને બંગાળની આઠ સીટ પર પણ મતદાન થયું

*    ઉત્તરપ્રદેશમાં અખિલેશ અને દિનેશ લાલ વચ્ચે આજમગઢની સીટ પર સ્પર્ધા થશે. મતદાન સાથે બન્નેના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા

*    છેલ્લી ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે ભાજપે આ તબક્કાની બેઠકો પૈકી મોટા ભાગની સીટો જીતી હતી

*    છઠ્ઠા તબક્કામાં સવારે ૭ વાગે મતદાન શરૂ થયા બાદ સાંજ સુધી મતદાન ચાલ્યુ

*    છઠ્ઠા તબક્કાની ચૂટણીમાં મતદાન સાથે મેનકા ગાંધી, રિટા બહુગુણા, દિગ્વિજય સિંહ, પ્રજ્ઞા સિંહ, જ્યોતિરાદિત્ય સિધિયા, નરેન્દ્ર સિંહ તોમર, અખિલેશ યાદવ, ગૌતમ ગંભીર, મનોજ તિવારી, સિલા દિક્ષિત, વિજેન્દ્ર સિંહ, આતિશીના ભાવિ ઈવીએમમાં સીલ થયા

*    આજના મતદાન સાથે ૪૮૫ સીટ પર મતદાનની પ્રક્રિયા પરિપૂર્ણ થઈ

*    તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આનાથી વોટરો એ બાબતને જાણી શકશે કે, તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ

*    તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા હતા. અને ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી હતી

*    આ વખતે સામાન્ય ચૂંટણીમાં  કુલ સાત તબક્કાની ચૂંટણીમાં કુલ ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે

*    ૨૦૧૪થી હજુ સુધી ૮.૪ કરોડ મતદારો વધ્યા છે. આમા પણ ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે

*    ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે. છેલ્લી ચૂંટણીમાં ૮૧ કરોડ મતદારો હતા. આ વખતે દેશભરના ૯૩.૩ ટકા મતદારોની પાસે ઓળખપત્ર રહેલા છે

*    ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી

*    છેલ્લી ચૂંટણીની વાત કરવામાં આવે તો ૨૦૧૪માં સાત એપ્રિલના દિવસે પ્રથમ રાઉન્ડ માટે મતદાન થયું હતું જ્યારે ૧૨મી મેના દિવસે અંતિમ રાઉન્ડ માટે મતદાન યોજાયું હતું. ૧૬મી મેના દિવસે વર્ષ ૨૦૧૪માં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા

*    છઠ્ઠા તબક્કામાં ૯૭૯ ઉમેદવારો  ભાવિ ઈવીએમમાં સીલ થયા

*    છઠ્ઠા તબક્કામાં હંસરાજ હંસ, ભુપેન્દ્રસિંહ હુડ્ડા, અર્જુન સિંહ ચોટાલાના ભાવિ પણ સીલ થયા

(9:21 pm IST)