Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

પ્રથમ વખત મતદાન કરવા યશોદા દુબે નામની એક યુવતી ઉત્તર પ્રદેશના નોઇડાથી બુલેટ ચલાવી પોતાનો મત આપવા ધનબાદના સિન્દરીમાં પહોંચી

 

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ઝારખંડમાં પણ મતદાન ચાલી રહ્યું છે. સવારથી મતદાન કેન્દ્રો પર મોટી સંખ્યામાં ભીડ જામી છે. આજે થઈ રહેલા મતદાનમાં નવા વોટર્સમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ વખત મતદાન કરનાર મતદાતા સવારથી પોલિંગ બૂથ પર લાઇનમાં લાગી ગયા છે. ક્રમમાં ઉત્તર પ્રદેશના નોઇડાથી બુલેટ ચલાવી યશોદા દુબે નામની એક યુવતી પોતાનો મત આપવા ધનબાદના સિન્દરીમાં પહોંચી છે. તમને જણાવી દઇએ કે, યશોદાએ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કર્યું છે.

મતદાન કેન્દ્ર પર બુલેટ લઇને પહોંચેલી યુવતીએ કહ્યું કે, તે મુસાફરી દ્વારા જનતાને સંદેશો આપવા ઇચ્છે છે કે, દરેક પરિસ્થિતિમાં મતદાન કરવું જરૂરી છે. તે માત્ર દેશને નહીં પરંતુ આપણા પણ ભવિષ્યને નિર્ધારિત કરે છે.

દેશમાં છઠ્ઠા અને પ્રદેશમાં ત્રીજા તબક્કા અંતર્ગત ચાર લોકસભા બેઠક- ગિરિડીહ, ધનબાદ, જમશેદપુર અને સિંહભૂમ (ચાઇબાસા)માં 66,85,401 મતદાતા 67 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. સંસદીય ક્ષેત્રોમાં 8300 મતદાન કેન્દ્ર પર સુરક્ષા દળોની લગભગ 200 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

(11:49 am IST)