Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

યુ.એસ.માં ઓરેગોનના ૩૨મા ડીસ્‍ટ્રીકટમાંથી સ્‍ટેટ રીપ્રેઝન્‍ટેટીવ તરીકે ઉમેદવારી નોંધાવતા ઇન્‍ડિયન અમેરિકન ટીચર મહિલા સુશ્રી વિનિતા લોઅરઃ અન્‍ય કોઇ રિપબ્‍લીકન ઉમેદવાર નહીં હોવાથી પ્રાઇમરી ચૂંટણીમાં બિનહરીપ વિજેતા બની નવેં.માસમાં જનરલ ચૂંટણી લડશે

ઓરેગનઃ યુ.એસ.સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન ટીચર મહિલા સુશ્રી વિનીતા લોઅરએ ઓરેગોનના ૩૨મા લેજીસ્‍લેટીવ ડીસ્‍ટ્રીકટમાંથી રિપબ્‍લીકન તરીકે ઉમેદવારી નોંધાવી છે.

સુશ્રી વિનીતા દિલ્‍હીના વતની છે તથા ઓલિમ્‍પીઆમાં તેમનો ઉછેર થયો છે તેમણે હયુમન ડેવલપમેન્‍ટ વિષય સાથે વોર્નર પેસિફીકમાંથી બેચલરની ડીગ્રી મેળવી છે તથા ટીચીંગ વિષય સાથે જયોર્જ ફોક્ષ યુનિવર્સિટીમાંથી માસ્‍ટર ડીગ્રી મેળવી છે તેમણે વોરેન્‍ટોન ગ્રેડ સ્‍કુલમાં લાંબા સમય સુધી ટીચર તરીકે સેવાઓ આપેલી છે. તેમણે મિત્રો, પડોશીઓ તથા કોમ્‍યુનીટીને મદદરૂપ થવાની ભાયના સાથે ૩૨મા ડીસ્‍ટ્રીકટને અલગ ઓળખ અપાવવાના હેતુ સાથે ઉમેદવારી નોંધાવી છે તેઓ શિક્ષિકા હોવાના નાતે સ્‍વાભાવિક શિક્ષણને પ્રાધાન્‍ય આપવા માંગે છે. રિપબ્‍લીકન પાર્ટીના તેઓ એક માત્ર ઉમેદવાર હોવાથી પ્રાઇમરી ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયેલા ગણાશે. તથા નવેં.માસમાં જનરલ ચૂંટણી લડશે.

(9:38 pm IST)