Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

બેંગ્લુરૂમાં ઇવીઅેમ ટેમ્પરીંગઃ મશીનમાં કોઇપણ બટન દબાવતા જ વોટ ભાજપને જ ગયાઃ કર્ણાટક કોંગ્રેસના પ્રવક્તા બ્રિજેશ કલપ્પાનો આક્ષેપ

બેંગ્લુરૂઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી આજે યોજાઇ હતી, જેમાં કોંગ્રેસ દ્વારા ઇવીઅેમ મશીનમાં કોઇપણ બટન દબાવો તો વોટ ભાજપને જ જાય છે તેવો આરોપ લગાવાયો છે.

કર્ણાટકમાં આજે સાંજે 6 વાગ્યા સુધી 222 સીટો માટે ચૂંટણી સંપન્ન થઈ હતી. આ દરમિયાન સમાચાર મળી રહ્યા હતાં કે રાજ્યમાં કેટલીક જગ્યાઓ પર મશીનો ખરાબ છે. વળી, કેટલીક જગ્યાએ ઈવીએમમાં કોઈ પણ બટન દબાવતા વોટ ભાજપને જ મળે છે તેમ કહેવામાં આવ્યુ હતું. કર્ણાટક કોંગ્રેસના પ્રવકતા બ્રિજેશ કલપ્પાએ આરોપ લગાવ્યો કે બેંગલુરુમાં ઘણા પોલિંગ બુથ પર ઈવીએમ ટેમ્પરિંગ થઈ રહી છે. મશીનમાં કોઈ પણ બટન દબાવતા વોટ કમળને જ મળી રહ્યો છે.

આજે બપોરે પ્રવકતા બ્રિજેશ કલપ્પાએ આરોપ લગાવ્યો કે તેમના માતાપિતાના એપાર્ટમેન્ટની સામેવાળા આરએમવી સેકન્ડ સ્ટેજ બેંગલુરુમાં 5 બોલિંગ બુથ બનાવવામાં આવ્યા છે. આમાં બીજી પોલિંગ બુથમાં ઈવીએમ મશીનમાં કોઈ પણ બટન દબાવતા વોટ ભાજપને જ મળે છે. નારાજ મતદાતા વોટ આપ્યા વગર જ પાછા આવી ગયા. બીજા ટ્વિટમાં કલપ્પાએ કહ્યુ કે અમને રાજ્યભરમાં રામાનગર ચમારપેટ અને હેબલલમાંથી ત્રણ ફરિયાદો મળી છે જ્યાં ઈવીએમ હેક કે ખરાબ થવાની વાત કહેવામાં આવી છે. અમે આ ફરિયાદોને ચૂંટણી આયોગ સામે લઈ જઈશુ.

ચૂંટણીમાં પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવગૌડાએ પત્ની ચેનમ્મા સાથે હાસન જિલ્લાના પદુવલાહિપ્પેમાં પોતાનો વોટ આપ્યો. રાજ્ય ચૂંટણી આઈકન ક્રિકેટર રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, ફિલ્મ અભિનેતાઓ રમેશ અરવિંદ, રવિચંદ્રન અને મૈસૂર શાહી પરિવારના સભ્યોએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

(7:57 pm IST)