Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

કર્ણાટકમાં ૨૬પ૪ ઉમેદવારોનું ભાવિ ઇવીઅેમમાં સીલઃ શાંતિપૂર્ણ ૬૪ ટકા મતદાન

બેંગ્લુરૂઃ કર્ણાટક વિધાનસભાની 222 સીટો પર યોજાયેલું મતદાન પૂર્ણ થઈ ગયું છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવાનો સમય હતો. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ટક્કર છે. સાંજે 5 કલાક સુધીમાં 61.25 ટકા મતદાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2013માં અહીં 70.23 ટકા મતદાન નોંધાયું હતું. 

કર્ણાટકની 224માંથી 222 બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. પ્રદેશમાં સવાર સવારથી જ લોકોમાં મતદાન પ્રત્યે જાગરૂકતા જોવા મળી. મતદાન કેન્દ્રો બહાર લોકો મતદાન માટે લાઈનમાં ઊભેલા જોવા મળ્યાં. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પા પણ સવારે જ મતદાન માટે બૂથ પહોંચી ગયા હતાં. તેમણે શિકારપુરના શિમોગામાં મતદાન કર્યું. મોટાભાગના સર્વેક્ષણો અને ઓપિનિયન પોલ મુજબ સત્તારૂઢ કોંગ્રેસ અને ભાજપ સત્તા માટે બે પ્રબળ દાવેદારો છે. જ્યારે પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાની જનતાદળ સેક્યુલર કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે.રાજ્યમાં 4.98 કરોડથી વધુ મતદાતાઓ છે. જે 2600થી વધુ ઉમેદવારોમાંથી પોતાના પ્રતિનિધિઓની પસંદગી કરશે. આ મતદાતાઓમાં 2.52 કરોડથી વધુ પુરુષો, લગભગ 2.44 કરોડ મહિલાઓ અને 4552 ટ્રાન્સજેન્ડર્સ છે. વોટિંગ પહેલા યેદિયુપરપ્પા ભગવાનના શરણે, કહ્યું-'અમે સરકાર બનાવવા જઈ રહ્યાં છીએ'

છેલ્લા મળેલા આંકડા પ્રમાણે સાંજે 5 કલાક સુધીમાં 64 ટકા મતદાન નોંધાયું છે. ઘણા વિસ્તારમાં વરસાદ હોવાને કારણે તેની અસર મતદાન પર પડી હતી. 

અનેક જગ્યાઓ પર ઈવીએમ મશીન ખોટકાયા હોવાના અહેવાલો છે. રાજાજીનગરના એક વિસ્તારમાં પોલિંગ બૂથ પર શરૂઆતના કલાકોમાં વીજળી ગુલ થઈ હોવાની પણ જાણકારી મિળી. કેટલાક મતદાન કેન્દ્રો પર મતદાતાઓના નામ ગાયબ હોવાનું જાણવા મળ્યું. બેલાગવી મતદાન કેન્દ્ર પર બુરખો પહેરેલી મહિલાઓએ પોતાનો ચહેરો બતાવવો પડ્યો. આ બધાના કારણે મતદાનમાં અડચણો ઊભી થઈ હતી.

(7:56 pm IST)