Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

બ્રિટનના રાજકુમાર પ્રિન્સ હેરી અને મેગન માર્કેલના લગ્નમાં મુંબઇના ડબ્બાવાળા અલગ-અલગ વિસ્‍તારોમાં ઘરનું બનાવેલું ભોજન ‌ટીફીનના રૂપમાં પહોંચાડશે

મુંબઇઃ ૧૯મીઅે બ્રિટનના રાજકુમાર પ્રિન્સ હેરી અને મેગન માર્કેલ લગ્નગ્રંથીથી જોડાશે. જેમાં મુંબઇના ડબ્બાવાળા પણ વિશેષ રીતે સહયોગ આપશે. તેઓ અલગ-અલગ વિસ્‍તારોમાં ઘરનું બનાવેલું ભોજન ટીફીનના રૂપમાં પહોંચાડશે.

33 વર્ષીય હેરી અને 36 વર્ષની મેગન આ વર્ષે 19 મે ના રોજ વિંડસરના સેંટ જ્યોર્જ ચૈપેલમાં લગ્ન કરશે. વળી, આ લગ્ન માટે બ્રિટનથી કોસો દૂર ભારતની ઔદ્યોગિક રાજધાની મુંબઈના એક વર્ગમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લગભગ 5000 લોકો આખા મુંબઈમાં 2 લાખથી વધુ ટિફિન પહોંચાડવાનું કામ કરે છે. તેમણે આ લગ્ન માટે ખાસ તૈયારી કરી છે.

ટિફિન પહોંચાડવા માટે આ લોકો હેરી અને મેગનના લગ્નમાં ટાટા મેમોરિયલ હોસ્પિટલ, કેઈએમ હોસ્પિટલ અને વાડિયા હોસ્પિટલમાં દર્દીઓઓના પરિજનોને મિઠાઈઓ વહેંચશે. આ ડબ્બાવાળા મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં ઘરનું બનાવેલુ ભોજન ટિફિનના રૂપમાં પહોંચાડશે.

આ લોકો આ ત્રણ હોસ્પિટલોની બહાર પણ એ લોકોને ભોજન પહોંચાડે છે જે પોતાના કોઈ પરિજનનો ઈલાજ કરાવવા અન્ય જગ્યાએથી આવ્ચા છે અને આ વિસ્તારમા રહે છે.

મુંબઈના ડબ્બાવાળા એસોસિએશનના પ્રવકતા સુભાષ તાલેકર જણાવે છે કે પ્રિન્સ હેરી અને તેમના શાહી પરિવાર સાથે તેમનો ભાવનાત્મક સંબંધ છે. થોડા વર્ષો પહેલા પ્રિન્સે પોતાના લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યુ હતુ. તેમણે અમને બહુ સમ્માન આપ્યુ છે. અમે લોકો લગ્નના આ દિવસને વિશેષ રીતે મનાવવા ઈચ્છીએ છીએ. લગ્નના દિવસે 19 મે ના રોજ જમવાના ટિફિન સાથે ટાટા મેમોરિયલ હોસ્પિટલ, કેઈએમ હોસ્પિટલ અને વાડિયા હોસ્પિટલમાં દર્દીઓને મિઠાઈઓ પણ વહેંચવામાં આવશે અને આ લગ્નને યાદગાર બનાવશે.

ડબ્બાવાળા એસોસિએશને બ્રિટિશ વિદેશ મંત્રાલયના માધ્યમથી શાહી યુગલ માટે લગ્નમાં પારંપરિક મહારાષ્ટ્રીયન ભેટ આપવાની યોજના બનાવી છે. આ ડબ્બાવાળા પોતાના ટિફિનની ડિલીવરી માટે ખૂબ લોકપ્રિય છે અને મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં 2 લાખથી વધુ ટિફિન પહોંચાડવાનું કામ કરે છે.

(5:23 pm IST)