Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

મને પ્રસન્નતા છે કે અેકવાર ફરીથી ભગવાન પશુપતિનાથ મંદિરમાં પ્રાર્થના કરવાની તક મળીઃ આ મંદિર ભારત અને નેપાળના લોકોની જોઇન્ટ ધાર્મિક વિરાસતનું પ્રતિક છેઃ નરેન્‍દ્રભાઇ મોદી દર્શનાર્થે

કાઠમંડુઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી બે દિવસના નેપાળના બે દિવસના પ્રવાસ અંતર્ગત આજે પશુપતિનાથ મહાદેવના દર્શને ગયા હતાં.

બે દિવસના નેપાળ પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુક્તિનાથ મંદિરમાં પૂજા કરી. વડાપ્રધાન સવારે એરક્રાફ્ટથી મુક્તિનાથ મંદિર પહોંચ્યાં. મુક્તિનાથ મંદિરમાં પૂજા કરતા પહેલા પીએમ મોદીએ બહાર ઊભેલા લોકો સાથે મુલાકાત કરી. નેપાળની જનતા સાથે પીએમ મોદીની આ મુલાકાત લગભગ 10 મિનિટ સુધી ચાલી. જનતા સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદી બધાને નમસ્તે કરતા નજરે ચડ્યાં.ત્યારબાદ તેમણે કાઠમંડુના પશુપતિનાથ મંદિરમાં પણ જઈને પૂજા કરી.

મુક્તિનાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ પીએમ મોદી કાઠમંડુના પશુપતિનાથ મંદિરમાં પહોંચ્યા હતાં. અહીં તેમણે ભગવાન પશુપતિનાથની વિશેષ પૂજા કરી.પૂજા કર્યા બાદ પીએમ મોદીએ મંદિરની વિઝીટર બુકમાં ખાસ સંદેશો પણ લખ્યો. પીએમ મોદીએ લખ્યું કે મને પ્રસન્નતા છે કે એકવાર ફરીથી ભગવાન પશુપતિનાથ મંદિરમાં પ્રાર્થના કરવાની તક મળી. આ મંદિર ભારત અને નેપાળના લોકોની જોઈન્ટ ધાર્મિક વિરાસતનું પ્રતિક છે.

મુક્તિનાથ મંદિરના મુખ્ય દરવાજા પર જેવા વડાપ્રધાન મોદી પહોંચ્યા કે ગેટ પર ઊભેલી મહિલાઓ હાથમાં ફૂલ લઈને તેમનું સ્વાગત કર્યું. ગેટ પર ભવ્ય સ્વાગત બાદ પીએમ મોદી મંદિરની અંદર પહોંચ્યા અને વિધિવત પૂજા કરી. તેમણે ભગવાનની મૂર્તિ ઉપર ફૂલ ચડાવ્યાં. આ દરમિયાન તેમની સાથે મંદિરના બે પૂજારી પણ હાજર હતાં. અત્રે જણાવવાનું કે પીએમ મોદી એવા પહેલા ભારતીય વડાપ્રધાન છે જેમણે મુક્તિનાથ મંદિરમાં દર્શન કર્યા છે. આ અગાઉ પીએમ મોદીએ શુક્રવારે જાનકી માતા મંદિરમાં વિધિવત પૂજા અર્ચના કરી હતી. જાનકી માતા મંદિરમાં પૂજા દરમિયાન મંદિરના પૂજારીઓએ તેમને મિથિલાંચલની શાન ગણઆતા પાગ પહેરાવ્યાં હતાં.

જનકપુરમાં પીએમ મોદીએ નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલી સાથે મળીને જનકપુર-અયોધ્યા બસ સર્વિસને લીલી ઝંડી આપી. બસને લીલી ઝંડી આપતા પહેલા પીએમ મોદીએ જાનકી મંદિરમાં પૂજા કરી અને એક જનસભાને પણ સંબોધી હતી. વડાપ્રધાને કહ્યું કે મારું સૌભાગ્ય છે કે હું એકાદશીના દિવસે માતા જાનકીના ચરણોમાં આવ્યો અને તેમના દર્શન કર્યાં. તેમણે વધુમાં કહ્યું કે સદીઓથી ભારત અને નેપાળનો એક ખાસ અતૂટ સંબંધ છે. જનકપુરે માતા સીતા અને ભગવાન રામને જોયા.

મુક્તિનાથ મંદિરમાં દર્શનક કર્યા બાદ પીએમ મોદી કાઠમંડુ પાછા ફરશે અને પશુપતિનાથ મંદિરમાં જશે.

મોદી નેપાળમાં ભારતના રાજદૂત મનજીવ સિંહ પુરીની મેજબાનીમાં આયોજિત સમારોહમાં સામેલ થશે.

તેઓ કાઠમંડુ મેટ્રોપોલિટન સિટી તરફથી આયોજિત સમારોહમાં પણ ભાગ લેશે.

(5:23 pm IST)