Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

દિલ્હી સરકારના એક બોર્ડમાં ૧૩૯ કરોડ નો તોતીંગ ગોટાળોઃ તપાસનો ધમધમાટ શરૂ

જે કોઇ ડિ મૂર-કે મીસ્ત્રી ન હોતા તેમના બેંક ખાતામાં ઢગલો પૈસા ઠલવાયા

નવી દિલ્હી તા ૧૨ : દિલ્હી સરકારના  દિલ્હી બિલ્ડીંગ એન્ડ કન્સ્ટ્રકશન વર્કર્સ વેલફેર બોર્ડમાં થયેલ ૧૩૯ કરોડના ગોટાળા કોંૈભાંડ પ્રકરણમાં એસીબી શાખાએ તપાસ નો ધમધમાટ શરૂ કરી દિધો છે.

એવા લોકોના નિવેદનો લેેવાઇ રહ્યા છે કે જેમને મીસ્ત્રી અને મજૂર દેખાડી તેમના ખાતામાં ઢગલો રૂપિયા ઠલવાયા હતા.

ભષ્ટાચાર નિરોધક શાખાએ જેના નામ  ઉપર કોૈભાંડ થયુ છે તેવા તમામના નિવેદનો લીધા હતા બે દિ પહેલા આવા પાંચને નોટીસો અપાઇ હતી.ઙ્ગ

આવા લોકોએ એવું નિવેદન આપ્યુ છે કે કોઇ દિવસ મજુરીનું કામ જ નથી કર્યુ, કેવી રીતે બોર્ડમાં રજીસ્ટર થયા તે પણ ખબર નથી.

આ મામલાની ફરીયાદ દીલ્હી મજુર યુનિયનના અધ્યક્ષ સુખબીર શર્માએ કરી હતી.

(3:34 pm IST)