Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ભકિતમાં પુરૂષાર્થ અને પ્રારબ્ધતા બંન્ને હોવા જોઇએઃ પૂ. મોરારીબાપુ

ઝારખંડના જમશેદપુરમા આયોજીત શ્રી રામકથાનો કાલે વિરામઃ ૨૬મીથી ફરીદાબાદમાં પ્રારંભ

રાજકોટ, તા.૧૨: ''ભકિતમાં પુરૂષાર્થ અને પ્રારબ્ઘા બંન્ને હોવા જોઇએ'' તેમ પૂ. મોરારીબાપુએ ઝારખંડના જમશેદપુર ખાતે આયોજીત''માનસ સતસંગ શ્રી રામ કથાનાં આઠમાં દિવસે કહ્યું હતું

પૂ. મોરારીબાપુ વ્યાસાસને આયોજીત શ્રી રામ કથા કાલે વિરામ લેશે. ત્યારબાદ તા.૨૬ મે થી તા.૩ જુન સુધી ફરીદાબાદમાં પૂ.મોરારીબાપુ વ્યસાસને શ્રી રામકથાનો પ્રારંભ થશે.

પૂ.મોરારીબાપુ એ કાલે સાતમાં દિવસે કહ્યું કે ઇશ્વરના હૃદયમાં જે બેઠું છે એ જન છે. જે ઇશ્વરના હૃદય પણ ઘર કરીને બેઠો છે. સત્સંગ ભવનનો દ્વારા એ દાસ છે આમ જુઓ તો દાસત્વ એ બંધન લાગશે પણ ખરેખર તો ગુલામી એ જ મુકિતનો દ્વાર છે.

બાપુએ દેહસેવા વિષે સરસ વાત કરી કે, દેહ આમ તો નાશવંત છે પણ દેહસેવા પણ સતસંગ જ છે. દતાત્રેયને ૨૪ ગુરૂઓ હતા એમણે ૨૪ ગુરૂની વાત કરી જેમાં એમના છેલ્લા ગુરૂ એનો દેહ હતો.... મારા શ્રોતાઓ  ઘણી વખત મને કહે કે બાપુ, તમે જાણે અમારા જ મનમાં ઉઠતા પ્રશ્નોના  જવાબ આપો છો, અરે, મારંુ કયાં કોઇ ઠેકાણું જ છે! પણ દુનિયાના દરેક જવાબ માનસમાં છે, વ્યકિતની કોઇ ક્ષમતા જ નથી.(૨૨.૧૭)

(3:29 pm IST)