Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

મધ્યપ્રદેશ પોલીસનો જબરો સપાટોઃ બાલાઘાટમાંથી ૧૧ નકસલી ઝડપાયા

છત્તીસગઢમાં પહાડો - ગાઢ જંગલોથી ઘેરાયેલા 'બાલાઘાટ'ને અડ્ડો બનાવવાનો નકસલીઓનો મનસૂબો

ભોપાલ તા. ૧૨ : બાલાઘાટ પોલીસે લાંજી થાણા વિસ્તારથી ૫ અને બિરસા થાણા વિસ્તારથી ૬ નકસલીની ધરપકડ કરી છે. જેની સાથે મોટા પ્રમાણમાં નકસલી સાહિત્ય અને અન્ય સામાનને જપ્ત કર્યો છે. પોલીસે તમામ નકસલીઓને રિમાન્ડ પર લીધા અને બાલાઘાટ પોલીસે આ કેસમાં કાર્યવાહી કરી છે. રાજય પોલીસને મુખ્યાલયને ખાનગી રિપોર્ટ દ્વારા માહિતી મળી હતી કે છત્તીસગઢના બાલાઘાટ જિલ્લામાં સતત નકસલી કાર્યવાહી થઈ રહી છે.

પોલીસે સ્પેશ્યલ ટીમને આ વિસ્તારમાં તૈનાત કરી દીધી હતી. છત્તીસગઢમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન બાદ હવે નકસલીઓએ કડક વલણ અપનાવવાનું શરૂ કરી દીધુ હતુ. પોલીસે છેલ્લા એક વર્ષથી માહિતી મળી રહી છે કે પહાડો અને ગાઢ જંગલોમાં ઘેરાયેલા બાલાઘાટનો ફાયદો ઉઠાવીને નકસલી મધ્ય પ્રદેશમાં પોતાનો અડ્ડો બનાવવા માંગે છે. મધ્ય પ્રદેશમાં નકસલી ઘટનાઓથી ૮ જિલ્લાને પ્રભાવિત માનવામાં આવી રહ્યા છે. જેમાં બાલાઘાટ, સીધી, સિંગરોલી, મંડલા, ડિંડોરી, શહડોલ, અનૂપપુર અને ઉમરિયા સામેલ છે.

(2:17 pm IST)