Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

કર્ણાટકમાં ચૂંટણી પરિણામની અસર સીધી રીતે થવાના સંકેત

કોંગ્રેસ જીતશે તો વધારે તાકાત સાથે ઉતરવાની તક : કર્ણાટકમાં કોંગ્રેસ જીતશે તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં પાર્ટીને પોતાની સ્થિતીને સુધારવા માટે તક

બેંગલોર,તા. ૧૨ : કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયા બાદ હવે અહીં કોણ જીતશે તેના પર ગણતરીનો દોર શરૂ થઇ ગયો છે. તમામ જાણકાર પંડિતો કહી રહ્યા છે કે જો કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં પોતાની સત્તા જાળવી રાખવામાં સફળ રહેશે તો ભાજપને ભારે પડકારનો સામનો આગામી સમયમાં કરવો પડશે. ૧૫મી મેના દિવસે જાહેર કરવામાં આવનાર પરિણામની સીધી અસર લોકસભા ચૂંટણી પર થશે. જો રાહુલ ગાંધી પાર્ટીને કર્ણાટકમાં જીત અપાવવામાં સફળ રહેશે તો કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકવામાં સરળતા રહેશે. કોંગ્રેસ પાર્ટી કોઇ પણ કિંમતે પોતાના કર્ણાટકના કિલ્લાને જાળવી રાખવા માટે ઇચ્છુક છે. રાહુલે તમામ તાકાત લગાવી દીધી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢમાં પરિણામની અસર દેખાશે. કર્ણાટક ચૂંટણીના પરિણામ આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે આધાર નક્કી કરશે. જો કર્ણાટકમાં ભાજપ બાજી મારે છે તો ભાજપ માટે તેના સત્તાવાળા રાજ્યોમાં ખુરશી બચાવવા માટે તકલીફ પડશે. કારણ કે આ રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી   ભાજપની સરકારો છે. તેને સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડી શકે છે. સ્થાનિક મુદ્દાને લઇને બન્ને પાર્ટી દ્વારા જોરદાર પ્રચાર કર્યો છે. જેથી કોણ બાજી મારશે તેને લઇને વાત કરવી મુશ્કેલ છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા છે. મોદી અને રાહુલ ગાંધી વચ્ચે સીધી સ્પર્ધા છે.  

(12:33 pm IST)