Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

કર્ણાટકનો રાજકીય જંગ હિન્દુત્વ સામે અહિંદાની લડાઇમાં પલટાયો

મતદાન પૂર્વે જ્ઞાતિવાદી સમીકરણ અને હિન્દુત્વનું ધ્રુવીકરણ તેજ બન્યું: લિંગાયત મતદારો નિર્ણાયકઃ ભાજપ-કોંગ્રેસ મરણિયાઃ ત્રિશંકુ સ્થિતિમાં દેવગૌડા પરિવારના ભાવ ઊંચકાશે

બેંગ્લોર તા. ૧ર :.. કર્ણાટક ધારાસભાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. પ્રચારના પ્રારંભે ભ્રષ્ટાચાર-વિકાસના મુદ્ છવાયા હતા, પણ મતદાનનો દિવસ નજીક આવતો ગયો તેમ આ ચૂંટણી જંગ હિન્દુત્વ અને અહિંદાની લડાઇમાં પલટાઇ ગયો હતો.

મુખ્યમંત્રી સિધ્ધારમૈયાએ અહિંદા સમીકરણ સજર્યુ હતું. ભાજપના લિંગાયત મતદારોને કોંગ્રેસ તરફ વાળવા જોરદાર પ્રયાસો કર્યા હતાં. આ પ્રયાસો સફળ થશે તો સરકારની રચના કોંગ્રેસ માટે શકય બનશે.

ભાજપે લિંગાયતોને પોતાના તરફ રાખીને હિન્દુત્વનું ધ્રુવીકરણ રચવાની રણનીતિ ઘડી હતી. ભાજપ અહિંદાને કમજોર કરવામાં સફળ રહેશે તો તેમનો જયજયકાર થશે.

રાજકીય સમીક્ષકો કહે છે કે, ત્રિશંકુ જેવી સ્થિતિ થશે તો દેવગૌડા પરિવારના ભાવ આસમાને પહોંચશે. ગૌડાના જનતા દળ એસ. પોતાના પ્રભાવનું ક્ષેત્ર વોકકાલિંગા વિસ્તાર અને મુસ્લિમ મતદારોને જાળવી રાખશે તો નિર્ણાયક ભૂમિકા ભજવી શકશે.

આગામી તા. ૧પના પરિણામો આવનાર છે. આ પરિણામો ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીની દિશા નક્કી કરશે.

(11:42 am IST)