Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

કર્ણાટકમાં મતદાન ચાલુ : આજે વરસાદ વેરી બને તેવી હવામાન ખાતાની આગાહી

બેંગ્લુરૂ : ભારતીય હવામાન ખાતાની વરસાદની આગાહીના કારણે કર્ણાટકમાં ચાલી રહેલ મતદાનમાં વિક્ષેપ પડવાની શકયતા છે. રાજકીય પક્ષો અને તંત્ર પણ સાબદા બની ગયા છે. જો કે આ આગાહી મુજબ કર્ણાટકમાં હળવો વરસાદ પડી શકે છે. કર્ણાટક ઉપરાંત આંધ્રપ્રદેશના દક્ષિણી તટવર્તીય વિસ્તારો અને પશ્ચિમ બંગાળમાં આંધી અને ભારે વરસાદ પડવાની પણ હવામાન ખાતાએ આગાહી કરી છે.

જયારે નોર્થ ઈસ્ટના રાજયો સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં ૫૦ થી ૭૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સાથે વાવાઝોડાની સંભાવના દર્શાવી છે. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રમાં વાવાઝોડા કે વરસાદની કોઈ શકયતા ન હોવાનું પણ હવામાન ખાતાએ જણાવ્યુ છે.

(11:42 am IST)