Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ર લાખની ખંડણી માટે બાળકનું અપહરણ કરી ચાકુના રર પ્રહાર કરી હત્યા કરીઃ બેવડી ફાંસી

વાણંદ પરિવારમાં હાહાકાર સર્જતા બનાવમાં અદાલતે નરાધમ યુવાનને દાખલારૂપ સજા કરી

મુંબઇ : બે લાખની ખંડણી માટે ૧૧ વર્ષના સાહિલ ઉર્ફે યશ નીતિન બોરકરનું અપહરણ કરીને તેની હત્યા કરનારા આરોપી સંતોષ રામદાસ કાળવે (રપ) ને નાગપુર સેશન્સ કોર્ટે બેવડી ફાંસીની સજા સંભળાવી છે.

આરોપી કાલવેને ખંડણી માટે અપહરણ કરીને હત્યા કરવાના ગુનાસર સજા સંભળવાઇ હતી. આ ઘટના ૧૧ જૂન ર૦૧૩ ના રોજ બની હતી. એ વખતે આરોપી ખાપરી ખાતે ભાડાની રૂમમાં રહીને મળે ત્યાં મજૂરી કરતો હતો. પરિસરમાં પોતે પોલીસ હોવાનું કહેતો હતો. આરોપી મુળ વાશીમ જિલ્લાના માલેગાંવનો રહેવાસી હતો. મૃતક યશ પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા સલૂનનો વ્યવસાય કરતા હતા માતા ગૃહિણી હતી અને મોટી બહેન ભણતી હતી. ઘટનાના દિવસે યશ ઘર પાસે રમતો હતો ત્યારે આરોપીએ તેનું અપહરણ કર્યુ હતું. પાડોશમાં રહેતા યશને આરોપીની મોટર સાયકલ પર બેસીને જતો બે બાળકોએ જોયો હતો. ત્યારબાદ બીજા દિવસે યશનો મૃતદેહ મળ્યો હતો. આરોપીએ યશના શરીર પર ચાકુથી રર પ્રહાર કર્યા હતાં. અને મૃત્યુના ચાર કલાક બાદ તેના પિતા પાસે ખંડણી માગતો ફોન કર્યો હતો.

(11:37 am IST)