Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ભાજપી ઉમેદવાર શ્રીરામુલુને ગેરલાયક ઠેરવવા કોંગીની અરજઃ જજના સગાને લાંચ આપવા પ્રયાસ કરેલ!

નવી દિલ્હી તા. ૧૨ : કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના ભાજપી ઉમેદવાર બી શ્રીરામુલુ 'એક સ્ટિંગ' વીડિયોમાં દેશના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસના સંબંધીને લાંચ આપવાનો પ્રયાસ કરતા દર્શાવાતાં કોંગ્રેસે ચૂંટણી પંચને શ્રીરામુલુને ગેરલાયક ઠરાવવાની માગણી કરતી અરજી ચૂંટણી પંચને કરી હતી.

 

કપિલ સિબલ, મુકુલ વાસનિક, રણદીપ સૂરજેવાલા સહિતના વરિષ્ઠ કોંગી સભ્યોના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચના અધિકારીઓને મળીને તેમને સુપરત કરેલા આવેદનપત્રમાં કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીને સ્થાનિક ટીવી ચેનલો પર આવા વીડિયો પ્રદર્શિત કરવા પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાનો આદેશ આપવાની માગણી કરવામાં આવી હતી. સિબલે પત્રકારોને જણાવ્યું હતું કે અમે ચૂંટણી પંચને શ્રીરામુલુને ચૂંટણી લડવા ગેરલાયક ઠેરવવાની વિનંતિ કરી હતી.

કોંગ્રેસે ગુરુવારે દર્શાવેલી ૨૦૧૦ની બે વીડિયો કિલપમાં શ્રીરામુલુ અને ખાણ માંધાતા જી. જર્નાદન રેડ્ડી માઇનિંગ કેસના ચુકાદા પર વગનો ઉપયોગ કરવા ભૂતપૂર્વ ચીફ જસ્ટિસના સબંધીને લાંચની રકમની ચર્ચા કરતા દર્શાવાયા હતા.

કર્ણાટકની સ્થાનિક ચેનલ પર પણ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારપછી સ્થાનિક ચૂંટણી સત્તાવાળાએ ચેનલોને આવા વીડિયો પ્રદર્શિત નહીં કરવાનો આદેશ આપ્યો હતો.

સ્ટિંગ વીડિયોમાં શ્રીરામુલુ, ભૂતપૂર્વ સીજેઆઇના જમાઈ અને રેડ્ડી વચ્ચેની વાતચીતનાં દૃશ્ય દર્શાવવામાં આવ્યા હતા.

રેડ્ડી ભાઈઓના વિશ્વાસુ શ્રીરામુલુ આવતી કાલે થનારી ચૂંટણીમાં મોલાકાલમુરુ અને બદામી ક્ષેત્રમાંથી ભાજપના ઉમેદવાર છે. બદામીમાં તેઓ મુખ્ય પ્રધાન સિદ્ઘરામૈયા સામે ચૂંટણીના મેદાનમાં છે.

સિબલે કહ્યું હતું કે કન્નડ મીડિયામાં ૧૦મી મેની સાંજે રીલિઝ કરેલો પુરાવો આઘાતજનક અને નોંધપાત્ર છે જે પરથી શ્રીરામુલુને ઉમેદવાર તરીકે ગેરલાયક ઠરાવવા જોઈએ. બંધારણની કલમ ૩૨૪ હેઠળ ચૂંટણી પંચે પોતાની સત્ત્।ાનો તરત અમલ કરવો જોઈએ. પુરાવા પરથી ગંભીર પ્રશ્ર્નો ઊભા થયા છે.

કોંગ્રેસે ભાજપ અને વડા પ્રધાનની રેડ્ડી કેમ્પના રેડ્ડી ભાઈઓ જી. સોમશેખર અને જી. કરૂણાકર રેડ્ડી સહિત આઠ વ્યકિતને ટિકિટ આપવા બદલ સતત ટીકા કરી છે.(૨૧.૧૧)

(11:33 am IST)