Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

નરેન્દ્રભાઇએ નેપાળમાં મુકિતનાથ મંદિરમાં પૂજા કરી

આ મંદિરમાં દર્શન કરનાર નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા : પ્રાચીન કાળમાં મુકિતનાથ મંદિરનું મહત્વ અનોખુ રહ્યું છે

કાઠમંડુ તા. ૧૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેપાળ પ્રવાસનો બીજો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે મુકિતનાથ મંદિરમાં પહોંચી પુજા-અર્ચના કરી છે. આ મંદિરમાં દર્શન કરનાર નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. મુકિતનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ  મોદી પશુપતિનાથ મંદિરમાં પણ પૂજા અર્ચના કરશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મુકિતનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી ત્યારે તેઓએ પહેલ પિંક રંગનું જેકેટ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતુ. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પશુપતિનાથ મંદિરમાં બીજી વખત દર્શન કરવા પહોંચ્યા છે. શાસ્ત્રો અનુસાર પ્રાચીન કાળમાં મુકિતનાથ મંદિરનું મહત્વ અનોખુ રહ્યું છે.

આજે તેમનો નેપાળમાં બીજો દિવસ છે. તેણે વહેલી સવારે મુકિતનાથ મંદિર પહોંચ્યા હતા. મુકિતનાથ મંદિરમાં પીએમ મોદીએ સંપૂર્ણ વિધિવત રીતે પૂજા અર્ચના કરી હતી. તેણે ભગવાનની મૂર્તિ ઉપર ફૂલ અર્પણ કર્યા હતા. આ સમયે તેમની સાથે મંદિરના બે પૂજારી પણ હાજર હતા. મૂકિતનાથ મંદિપર બાદ નરેન્દ્રભાઇ મોદી કાઠમંડુના પશુપતિનાથ મંદિર સવારે ૧૦.૨૦ કલાકે પહોંચશે. પશુપતિનાથ મંદિરમાં મોદીની આ બીજી મુલાકાત હશે. પીએમ મોદી મુકિતનાથ મંદિરમાં ઢોલ વગાડીને લોકોને આનંદ કરાવ્યો હતો.

અહી ભગવાન વિષ્ણુની પૂજા શાલિગ્રામ તરીકે કરવામાં આવે છે. આ મંદિર હિમાલયમાં ૩ હજાર ૭૦૦ મીટરથી પણ વધારે ઉંચાઇ પર આવેલ છે.

પ્રધાનમંત્રી શ્રી મોદીનો નેપાળ મુલાકાતનો આજે બીજો દિવસ છે. ત્યારે સવારે પીએમ મોદી નેપાળના પ્રધાનમંત્રી ઓલી સાથે મુકિતનાથ મંદિરે મંદિરે પહોંચ્યા હતા. આ મંદિરમાં પીએમ મોદીએ માથુ ટેકવ્યું હતું. અહી તેઓએ લોકોની મુલાકાત પણ લીધી હતી. તો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ત્યાંના લોકો સાથે વીતચીત પણ કરી હતી. ત્યાર બાદ પીએમ નરેન્દ્ર મોદી પશુપતિનાથ મંદિરે જવા રવાના થયા હતા.(૨૧.૪)

(10:11 am IST)