Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

યુ.એસ.માં હયુસ્ટનના ૨૨માં કોગ્રેશ્નલ ડીસ્ટ્રીકટના ઉમેદવાર શ્રી પ્રેસ્ટોન કુલકર્ણીનો ચૂંટણી પ્રચાર પૂર જોશમાં : ૩ મે ૨૦૧૮ના રોજ યોજાયેલા ફંડ રેઇંઝીગ પ્રોગ્રામમાં ૫૦ જેટલા સમર્થકો ભેગા થયા

હયુસ્ટન : યુ.એસ.માં સુગર લેન્ડ,રિચમંડ,રોઝનબર્ગ,પિઅરલેન્ડ સહિતના વિસ્તારના બનેલા ૨૨માં કોંગ્રેશ્નલ ડીસ્ટ્રીકટના ડેમોક્રેટ ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન શ્રી પ્રેસ્ટોન કુલકર્ણીનું ચૂંટણી કમ્પેન પૂર જોશમાં આગળ વધી રહ્યું છે.

૨૨ મે ૨૦૧૮ના રોજ યોજનારી પ્રાઇમરી ચૂંટણી માટે મુંડે હાઉસ ખાતે ૩ મે ૨૦૧૮ ના રોજ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. જેમાં ૫૦ જેટલા સમર્થકો ભેગા થયા હતાં. તથા સાત હજાર ડોલરનું ફંડ એકત્રિત થયું હતું. જો તેઓ પ્રાઇમરી ચૂંટણીમાં વિજેતા થશે તો જનરલ ચૂંટણીમાં વર્તમાન રિપબ્લીકન કોંગ્રેસમેન પીટ ઓલ્સનનો મુકાબલો કરશે તેવું IAN  દ્વારા જાણવા મળે છે.

(12:53 pm IST)