Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ઇન્ડિયન અમેરિકન મહિલા પ્રોફેસર સુશ્રી મહાશ્વેતા બેનરજીને ''ઇન્ટરનેશનલ એજયુકેટર એવોર્ડ'': આંતર રાષ્ટ્રિય શિક્ષણે ક્ષેત્રે લાંબા સમયના યોગદાનને ધ્યાને લઇ કરાયેલું બહુમાન

યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ કન્સાસના સોશિઅલ વેલ્ફેર પ્રોફેસર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મહાશ્વેતા બેનરજીને જ્યોર્જ એન્ડ એલિનોર વુડયાર્ડ ઇન્ટર નેશનલ એજયુકેટર એવોર્ડ આપી સન્માનિત કરાયા છે.

આંતર રાષ્ટ્રિય શિક્ષણ ક્ષેત્રે લાંબા સમયના તેમના યોગદાનને ધ્યાને લઇ ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ પ્રોગ્રામના સહકાર સાથે યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત તેમનું બહુમાન કરાયું હતું.

તેઓ આ અગાઉ પણ આંતર રાષ્ટ્રિય શિક્ષણ માટે ફુલબ્રાઇટ સિનીયર રિસર્ચર તરીકે તેમજ ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ સોશીયલ સાયન્સની ભાગીદારી સાથે યોગદાન આપી ચૂકયા છે. તેમણે ૫૦ જેટલા પુસ્તકો તથા ૬૦ જેટલા પ્રેઝન્ટેશન માટે યોગદાન આપેલું છે.

(12:52 pm IST)