Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

રશિયા પાક.માં આઠ અબજ ડોલરનું રોકાણ કરવા ઉત્સુક

સમયની સાથે દેશોની વિદેશ નીતિ બદલાય છે : એક સમયે ભારતનું ખાસ મિત્ર મનાતું રશિયા હવે પાકિસ્તાનની કૂખમાં ભરાયું છે, ભારતની ચિંતા વધી

નવી દિલ્હી, તા. ૧૨ : સમયની સાથે વિદેશ નીતિના પરિમાણો પણ બદલાઈ જતા હોય છે. એક જમાનમાં રશિયા અને ભારત વચ્ચે ઘનિષ્ઠ સબંધો હતા અને પાકિસ્તાન-અમેરિકા વચ્ચે ગાઢ મિત્રતા હતી.

હવે જ્યારે બદલાયેલા સંજોગો વચ્ચે ભારતની અમેરિકા સાથેની નિકટતા વધી રહી છે ત્યારે રશિયા પાકિસ્તાન સાથેના સબંધોને વધારી રહ્યુ છે. ખાસ કરીને રશિયાના વિદેશ મંત્રઈ સર્ગેઈ લાવારોવે તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાત લીધી પછી રશિયા અને પાકિસ્તાન વચ્ચેના સબંધોને લઈને અટકળો વધી છે.

હવે પાકિસ્તાનના એક અખબારે દાવો કર્યો છે કે, રશિયાના વિદેશ મંત્રીએ પાકિસ્તાનમાં રશિયા દ્વારા અબજ ડોલરનુ રોકાણ કરવાનો રાષ્ટ્રપતિ પુતિનનો સંદેશો પાકિસ્તાનની સરકારને આપ્યો છે. એક અધિકારીના હવાલાથી અખબારે અહેવાલમાં કહ્યુ હતુ કે, પાકિસ્તાનને ગેસ પાઈપલાઈન, ઈકોનોમિક કોરિડોર, ડિફેન્સ કે બીજા કોઈ પણ સહયોગ માટે જરુર હોય તો રશિયા માટે તૈયાર છે. રશિયા પાકિસ્તાનમાં અબજ ડોલરનુ રોકાણ કરવા માટે ઉત્સુક છે. અધિકારીએ કહ્યુ હતુ કે, રશિયા સંરક્ષણ ક્ષેત્રમાં પણ પાકિસ્તાન સાથે સહયોગ વધારવા માંગે છે. આતંકવાદીઓ સામે પાકિસ્તાનની ક્ષમતા વધારવા માટે રશિયા પાકિસ્તાનને વિશેષ સૈન્ય સહાયતા કરવા માટે તૈયાર છે.

રશિયાએ જો પ્રકારની ઓફર પાકિસ્તાનને કરી હોય તો તે ભારત માટે ટેન્શન વધારનારા સંકેતો ગણી શકાય.

(7:45 pm IST)