Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

આખરે ભારતીય નૌસેનાની શાન સમુ રિટાયર્ડ વિમાનવાહક જહાજ INS વિરાટ તોડી પાડવા સુપ્રિમનો હુકમ : જહાજને મ્યુઝિયમમાં ફેરવવાની અરજી ફગાવી

સુપ્રીમે કહ્યું કે જહાજ 40% તોડી નાખવામાં આવ્યું છે હવે તે રોકવું યોગ્ય નથી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આજે નૌકાદળની સેવાથી હટાવવામાં આવેલા વિમાનવાહક જહાજ આઇએનએસ વિરાટને તોડવા પરનો પ્રતિબંધ હટાવ્યો હતો. 10 ફેબ્રુઆરીએ, એક કંપનીની અરજી પર કોર્ટે જહાજ તોડવા પર રોક લગાવી હતી. આ કંપની આઈએનએસ વિરાટ ખરીદવા અને તેને સાંચવીને મ્યુઝિયમમાં ફેરવવા માંગતી હતી જેથી લોકો તેને આગામી સમયમાં જોઈ શકે.

મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આજે કહ્યું કે અરજદારે કોર્ટનો દરવાજો ખખડાવવામાં બહુ મોડું કર્યું છે. આ જહાજ 40 ટકા તૂટી ગયું છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે બોમ્બે હાઈકોર્ટે અરજદારને સંરક્ષણ મંત્રાલયને મેમોરેન્ડમ આપવા કહ્યું હતું, પરંતુ સરકારે આ માંગ સ્વીકારી ન હતી. એક નિર્ણય લેવાય ગયો છે. હવે તેમાં દખલ કરવી યોગ્ય રહેશે નહીં.

(6:14 pm IST)