Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

કેરળ હાઇકોર્ટનો ચૂંટણી પંચને આદેશ : વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 2 મેના રોજ સમાપ્ત થાય ત્યાર પહેલાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજો

કેરળ : તાજેતરમાં યોજાઈ ગયેલી કેરળ ધારાસભાની ચૂંટણીઓના પરિણામો 2 મેના રોજ છે. તેથી વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 2 મેના રોજ સમાપ્ત થાય છે.પરંતુ ત્યાર  પહેલાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજવાનો કેરળ હાઇકોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો છે.

ન્યાયમૂર્તિ પી.વી. આશાએ તેમની અરજી પર આદેશ આપ્યો હતો, જેમાં હાલની સીપીઆઈ (એમ) ની આગેવાનીવાળી કેરળ વિધાનસભાની મુદત દરમિયાન રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની માંગણી કરવામાં આવી હતી .

જેના અનુસંધાને ઇસીઆઈએ કોર્ટને ખાતરી આપી હતી કે હાલના શાસન દરમિયાન રાજ્યસભાની ચૂંટણી યોજાશે, જોકે મતદાન માટેની કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(5:39 pm IST)
  • દેશમાં કોરોનાના કેસમાં ભયાનક ઉછાળો : તમામ રેકોર્ડ તૂટ્યા :કુલ મૃત્યુઆંક 1.70 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,57,028 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,35,12,493થઇ :એક્ટિવ કેસ 11,89,856 થયા : વધુ 68,748 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,21,47,081 થયા :વધુ 761 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,70,066 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 63,294 નવા કેસ ,ઉત્તર પ્રદેશમાં 15,276 કેસ, દિલ્હીમાં 10,774 કેસ અને કર્ણાટકમાં 10,250 કેસ નોંધાયા access_time 12:05 am IST

  • કોરોનાનો રાજકોટ શહેર - જિલ્લામાં ભયાનક આતંક : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 503 અને ગ્રામ્યના 73 કેસ સાથે કુલ 576 ઓલટાઈમ રેકર્ડબ્રેક નવા કોરોના ના કેસ નોંધાયા access_time 8:17 pm IST

  • હાલ તો લોકડાઉન નહીં થાય, કેસ વધશે તો વિચારશુ : અરવિંદ કેજરીવાલ access_time 1:57 pm IST