Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

દુનિયામાં પત્રકારો માટે પાકિસ્તાન સૌથી વધુ ખતરનાક દેશ : ખૈબર પખ્તુનખા પ્રાંતમાં વધુ એક પત્રકારની હત્યા : રાબેતા મુજબ પોલીસ તપાસ ચાલુ

પેશાવર : દુનિયામાં પત્રકારો માટે સૌથી વધુ ખતરનાક ગણાતા દેશ પાકિસ્તાનમાં  શનિવારે વધુ એક પત્રકારની હત્યા થઇ છે. ખૈબર પખ્તુનખા  પ્રાંતના કરક જિલ્લામાં બનેલી ઘટના મુજબ સ્થાનિક અખબાર સાદા -એ -કાનૂનના સંયુક્ત સંપાદક વસીમ આલમ ઉપર શનિવારે તે ઘેર જઈ રહ્યો હતો ત્યારે તેના ઉપર ગોળીબાર કરાયો હતો.જેથી તાત્કાલિક તેને હોસ્પિટલે પહોચાડાયો હતો.પરંતુ ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો.

તેની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ ચાલુ કરી દેવાઈ છે.હજુ સુધી કોઈ શકમંદની ધરપકડ થઇ નથી.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(5:03 pm IST)