Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

વર્ચસ્‍વની લડાઈમાં ૫૫ લાખની સોપારી આપી કરાવી કિન્નર લીડરની હત્‍યા

દિલ્‍હી પોલીસના સ્‍પેશ્‍યલ સેલે કિન્નર એકતા જોશીની હત્‍યાના મામલે બે કોન્‍ટ્રાક્‍ટ કિલર્સની ધરપકડ કરી છેઃ આ બંનેએ અન્‍ય પાંચ લોકો સાથે મળી કિન્નર એકતાની હત્‍યા કરી હતી

નવી દિલ્‍હી, તા.૧૨: દિલ્‍હી પોલીસના સ્‍પેશ્‍યલ સેલે બે કોન્‍ટ્રાક્‍ટ કિલર્સની ધરપકડ કરી ઉત્તર પૂર્વ દિલ્‍હીમાં થયેલી કિન્નરની હત્‍યાનો ખુલાસો કર્યો છે. પકડાયેલા કોન્‍ટ્રાક્‍ટ કિલર્સમાંથી એક પર ૧ લાખ રૂપિયાનું અને બીજા પર ૫૦ હજાર રૂપિયાનું ઈનામ હતું. પૂછપરછતમાં ખુલાસો થયો છે કે, કિન્નરોના વિસ્‍તારમાં વર્ચસ્‍વની લડાઈને લઈને એક જૂથે બીજા જૂથના કિન્નરની હત્‍યા માટે ૫૫ લાખની સોપારી આપી હતી.

દિલ્‍હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા ગગન પંડિત દિલ્‍હીના પશ્વિમી વિહારનો રહેવાસી છે. તેના પર દિલ્‍હી પોલીસે ૧ લાખનું ઈનામ રાખેલું હતું, જયારે ધરપકડ કરાયેલા વરૂણ પંડિત પર ૫૦ હજારનું ઈનામ હતું. ગગન અને વરૂણ દિલ્‍હીના જીટીબી એનક્‍લેવમાં ૫ સપ્‍ટેમ્‍બર ૨૦૨૦ના રોજ એક કિન્નરની હત્‍યાના કેસમાં વોન્‍ટેડ હતો. ધરપક્‍ડ કરેલા ગગન પંડિતે પૂછપરછમાં જણાવ્‍યું કે, કિન્નર એકતા જોશીની હત્‍યા માટે ૫૫ લાખ રૂપિયાની સોપારી મળી હતી અને હત્‍યાકાંડને ૭ લોકોને અંજામ આપ્‍યો હતો. ગગને જણાવ્‍યું કે, તે કિન્નર એકતા જોશી હત્‍યાકાંડનો માસ્‍ટર માઇન્‍ડ હતો.

પૂછપરછમાં ગગને જણાવ્‍યું કે, કિન્નરોના એક ગ્રુપના સભ્‍ય મંજૂર ઈલાહીએ તેનો સંપર્ક કર્યો હતો અને કિન્નર એકતા જોશી અને તેની સાવકી માતા અનીતા જોશીની હત્‍યા માટે કહ્યું હતું. તેના માટે ૫૫ લાખની સોપારી આપી હતી. સ્‍પેશ્‍યલ સેલ મુજબ, ફરીદાબાદથી કિન્નરોના એક ગ્રુપ જેને સોનમ અને વર્ષા લીડ કરતી હતી. જીટીબી એંક્‍લેવથી મંજૂર ઇલાહી સાથે કમલ હેડ કરતી હતી. આ ચારેય કિન્નરોની જીટીબી એંક્‍લેવમાં રહેનાર કિન્નર એકતા જોશી અને તેમની સાવકી માતા અનીતા જોશીથી દિલ્‍હીના યમુનાપાર વિસ્‍તારમાં પૈસાના ક્‍લેક્‍શનને લઇને વર્ચસ્‍વની લડાઈ હતી. જે પછી કટ્ટર દુશ્‍મનીમાં બદલાઇ ગઈ. ત્‍યારબાદ ૪ કિન્નરોના ગ્રુપે એકતા અને તેની માતાની હત્‍યા માટે સોપારી આપી હતી.

કિન્નર એકતા પર ૫ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૦એ ગગને ૬ ગોળીઓ ચલાવી હતી. જેમાં એકતાનું મોત થઈ ગયુ હતું. હત્‍યા કર્યા બાદ ગગન અને વરુણ ફરાર થઈ ગયા હતા. આ બંને એક સ્‍કોર્પિયો કાર લઈને વધુ એક ગુનાને અંજામ આપવા જઈ રહ્યા હતા ત્‍યારે ઝડપી લેવામાં આવ્‍યા હતા.

(5:02 pm IST)