Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

કોરોના સંક્રમિત ત્રણ ગર્ભવતી મહિલાઓએ સ્વસ્થ શિશુઓને આપ્યો જન્મ

સમગ્ર દેશમાં કોરોના કહેરના ચિંતાજનક સમાચારો આવી રહ્યા છે ત્યારે છત્તીસગઢના આ અહેવાલે હકારાત્મક સંકેતો આપ્યા

કવર્ધા, (છત્તીસગઢ. જયારે કોવિડ હોસ્પિટલ આવ્યા તો કોરોનાનો ડર મારા કરતાં પેટમાં ઉછરી રહેલા સંતાન વિશે વધુ હતો. પરંતુ અહીંના ડોકટરો તથા સિસ્ટરોએ મન લગાવીને કરેલી સેવાને કારણે અમારા બાળક સ્વસ્થ જન્મ્યું છે. આ વાત કોરોનાની ઝપટમાં આવનારી ત્રણ પ્રસૂતાઓએ કહી જેઓએ કોવિડ-૧૯ હોસ્પિટલમાં પોતાના સંતાનોને જન્મ આપ્યો. પ્રસૂતાઓ, તેમના પરિજનો અને સ્વાસ્થ્યકર્મીઓ, તમામે આ કારનામાને આશાનું કિરણ કરાર કર્યું.

કોવિડ નિયંત્રણ માટે જિલ્લા વહીવટીતંત્ર તથા સ્વાસ્થ્ય વિભાગે પૂરતી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે નેમાં ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. અહીં કોવિડ સંક્રમિત દર્દીઓની સારવાર તમામ તકેદારીઓ સાથે કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગત ૯ અને ૧૦ તારીખે કોરોના સંક્રમિત ૩ મહિલાઓની સફળ ડિલીવરી કોવિડ હોસ્પિટલમાં કરવામાં આવી. જાણો આ કેવી રીતે શકય બન્યું!

૨૪ વર્ષીય રેખા વિશ્વકર્મા, ૨૬ વર્ષીય કૈલાશ્રી અને ૨૬ વર્ષીય દુવસિયા ટેકામે સ્વસ્થ શિશુઓને જન્મ આપ્યો. આ પહેલા ત્રણેય પ્રસૂતોની કોવિડ તપાસ કરવામાં આવી. જેમાં તેમના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા.

ત્રણય ગર્ભવતી મહિલાઓને કોવિડ હોસ્પિટલમા; દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલના નોડલ અધિકારી ડો. આદેશ કુમાર બાગડેએ જણાવ્યું કે ત્રણેય મહિલાઓને જયારે દાખલ કરવામાં આવી ત્યારે બેમાં કોવિડના લક્ષણ હતા અને સ્થિતિ થોડી ખરાબ હતી. સતત દેખભાળ અને ઉપચાર બાદ તેમની સ્થિતિમાં સુધાર થવા લાગ્યો. તેઓએ જણાવ્યું કે ત્રણેય બાળકોને જિલ્લા હાઙ્ખસ્પિટલ સ્થિત એસએનસીયૂમાં રાખવામાં આવ્યા છે અને તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે.

જિલ્લા કલેકટર રમેશ કુમાર શર્માએ હોસ્પિટલની આ ઉપલબ્ધિને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે કોવિડ જેવી મહામારીના સમયમાં સ્વાસ્થ્ય ટીમનું કાર્ય માઇલસ્ટોન સમાન છે. ખાસ કરીને કોવિડ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓના સીધા સંપર્કમાં આવીને સેવાઓ આપનારા તમામ સ્ટાફની હિંમતની દાદ આપવી જોઈએ. તેઓએ કહ્યું કે મુખ્ય ચિકિત્સા તથા સ્વાસ્થ્ય અધિકારી ડો. શૈલેન્દ્ર કુમાર મંડલના નેતૃત્વમાં સ્વાસ્થ્ય વિભાગે સારી કામગીરી કરી છે.

(4:10 pm IST)