Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

કેન્દ્રીય કર્મચારીઓના DA ૧૭ ટકાથી વધીને ૨૮ ટકા થશે

સાતમા પગારપંચના કર્મચારીઓ માટે સારા સમાચાર : પગારમાં થશે વધારો

નવી દિલ્હી તા. ૧૨ : કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. જલ્દી તમામ કર્મચારીઓના ડીએમાં વધારો થઈ શકે છે. સરકારના આ નિર્ણયનો ફાયદો કેન્દ્ર સરકારના ૫૦ લાખથી વધારે કર્મચારીઓ અને ૬૫ લાખથી વધારે પેન્શનર્સને મળશે. ઓલ ઈન્ડિયા કન્ઝયૂમર પ્રાઈઝ ઈન્ડેકસ ડેટા રિલીઝ મુજબ જાન્યુઆરીને લઈને જૂન ૨૦૨૧ની વચ્ચે ઓછામાં ઓછા ડીએમાં ૪ ટકા વધારો થઈ શકે છે.

એક બિઝનેસ ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા ડીએ અમલમાં મુકાયા બાદ કેન્દ્રના કર્મચારીઓના ડીએ ૧૭ ટકાથી વધીને ૨૮ ટકા થઈ શકે છે. જેમાં જાન્યુઆરીથી જૂન ૨૦૨૦ સુધી ડીએમાં ૩ ટકા વધારો, જૂલાઈથી ડિસેમ્બર ૨૦૨૦ સુધી ૪ ટકા વધારો અને જાન્યુઆરીથી જૂન ૨૦૨૧ સુધી ૪ ટકા વધારો સામેલ છે.

જણાવી દઈએ કે કોરોના વાયરસની મહામારીના કારણે સરકારે ડીએ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ડીએ વધવાથી તેની ક્રમમાં ડીઆરમાં પણ વધારો થશે. મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી કેન્દ્ર સરકારે નિવૃત્ત્। કર્મચારીઓના  Dearness Relief (DR) પણ અમલમાં મુકી દીધા છે.

૭માં પગાર પંચ અંતર્ગત સરકારના ડીએમાં વધારો કરવા માટે કર્મચારીઓના પગારમાં સારો એવો વધારો થઈ જશે. વર્તમાન સમયની વાત કરીએ તો એ  સમયે ડીએ બેસિક સેલરીના ૧૭ ટકા છે. જયારે આમાં વધારો ૧૭થી ૨૮ ટકા (૧૭+૩+૪+૪) થશે તો સેલરીમાં ઘણો વધારો થઈ જશે.  ડીએના અમલ બાદ કેન્દ્રીય કર્મચારીઓનો પ્રોવિડેન્ટ ફંડ પણ વધશે. ધ્યાન આપનારી વાત એ છે કે કેન્દ્રીય કર્મચારીઓના પીએફ યોગદાનનું કેલકયુલેશન બેસિક સેલરી પ્લસ ડીએના ફોર્મૂલાથી થાય છે.

(4:09 pm IST)