Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

કાળા ઘઉંની ખેતી ખેડૂતો માટે સાબિત થઇ રહી છે સોનું

નવી દિલ્હી તા. ૧૨ : શું તમે કાળા ઘઉં વિશે સાંભળ્યું છે? નહિંતર, આજે જાણો. આ ઘઉંની એક વિશેષ પ્રકાર છે, જેની સ્પેશિયલ ખેતી કરવામાં આવે છે. સામાન્ય ઘઉં કરતા કાળા ઘઉંમાં આયર્નનું પ્રમાણ આશરે ૬૦ ટકા વધારે હોવાનું કહેવાય છે. જો કે, પ્રોટીન, પોષક તત્ત્વો અને સ્ટાર્ચની માત્રા સમાન છે. કાળા ઘઉંનું સામાન્ય રીતે ભારતમાં વાવેતર કરવામાં આવતું નથી, પરંતુ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ખેડૂતે કાળા ઘઉંનો પાક ઉગાડ્યો છે.

પંજાબ-હરિયાણામાં ગત્ત વર્ષે કાળા ઘઉની ખેતી ઘણા ઓછા પ્રમાણમાં થઇ હતી. જો કે આ વખતે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતનાં અનેક રાજયોમાં તેની વાવણી કરવામાં આવી છે. મધ્યપ્રદેશનાં માલવા ક્ષેત્રનાં ખેડૂતોમાં પહેલીવાર તેની ખેતી કરવામાં આવી છે. કાળા ઘઉં જયારે કાચા હોય ત્યારે તે લીલા જ હોય છે પરંતુ ત્યાર બાદ કાળા થવા લાગે છે.

નેશનલ એગ્રી ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટીટ્યૂટ (NABI) મોહાલીએ સાત વર્ષના સંશોધન બાદ ગત્ત્। વર્ષે નવેમ્બરમાં કાળા ઘઉંને પેટન્ટ કરાવ્યા હતા. NABIએ આ ઘઉંને નાબી એમજી નામ આપ્યું છે. તેની ખેતીની ઉપજ પણ વધારે પ્રમાણમાં મળશે અને તેનો દાણો પણ વધારે મોટો હશે. કાળાઘઉની પેદાશ પ્રતિ એકર ૧૫થી ૧૮ કિવન્ટલ મળવાની વાત ખેતી વૈજ્ઞાનિકો કરી રહ્યા છે.

ફળ, શાકભાજી અને અનાજના રંગ તેમાં રહેલા પ્લાંટ પિગમેન્ટ અથવા રંજક કણોની માત્રા પર નિર્ભર કરે છે. કાળા ઘઉંમાં એથોસાએનિન નામનું પિગમેન્ટ હોય છે. સામાન્ય ઘઉંમાં એથોસાએનિન માત્ર પાંચ પીપીએમ હોય છે, પરંતુ કાળા ઘઉમાં તે ૧૦૦થી ૨૦૦ PPM (પીપીએમ) આસપાસ હોય છે. એથોસાએનિન ઉપરાંત કાળા ઘઉમાં જિંક અને આયરનનાં પ્રમાણમાં પણ અંતર હોય છે. કાળા ઘઉંમાં સામન્ય ઘઉની તુલનાએ ૬૦ ટકા વધારે આયરન હોય છે. કેટલાક ફળો દ્વારા કાળા ઘઉંના બીજ તૈયાર કરવામાં આવે છે. કાળા ઘઉંના બીજ તૈયાર કરવામાં જાંબુ તથા બ્લૂ બેરીનો ઉપયોગ થાય છે. કૃષી વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ રંગ જોવામાં બેશક કાળો છે પરંતુ તેની રોટલી બ્રાઉન બનશે.

કાળા ઘઉંમાં પૌષ્ટીક તત્વ ભરપુર પ્રમાણમાં મળી આવે છે. તેમાં કાર્બોહાઇડ્રેટ, વિટામીન, જીંક, પોટાશ, આયરન તથા ફાઇબર વગેરે તત્વો પારંપારિક ઘઉંની તુલનાએ બમણા પ્રમાણમાં હોય છે. કૃષી વૈજ્ઞાનિકો અનુસાર આ ઘઉંમાંથી બનેલી રોટલી ખાવાથી શુગર અને કેન્સર સામે લડવાની ક્ષમતા વધશે. આ ઘઉંની રોટલી ખાવાથી શરીરની ચરબી પણ ઘટશે. તેને ખાવાથી એસિડિટીથી પણ છુટકારો મળશે. કાળા ઘઉમાં પૌષ્ટીક તત્વ ભરપુર પ્રમાણમાં મળી આવે છે. તેમાં કાર્બોહાઇડ્રેટ, વિટામીન, જીંક, પોટાશ, આયરન તથા ફાઇબર વગેરે તત્વો પારંપારિક ઘઉંની તુલનાએ બમણા પ્રમાણમાં હોય છે. કૃષી વૈજ્ઞાનિકો અનુસાર આ ઘઉંમાંથી બનેલી રોટલી ખાવાથી શુગર અને કેન્સર સામે લડવાની ક્ષમતા વધશે. આ ઘઉંની રોટલી ખાવાથી શરીરની ચરબી પણ ઘટશે. તેને ખાવાથી એસિડિટીથી પણ છુટકારો મળશે.

(3:16 pm IST)
  • રાજકોટના ડીસીપી શ્રી મનોહરસિંહજી જાડેજા સહિત ૬૮ પોલીસ કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવ્યો છે : તમામની તબિયત સ્થિર અને સારી હોવાનું જાણવા મળે છે : સૌ પત્રકાર મિત્રો અને પોલીસ કર્મચારીઅો પોતાની જવાબદારી સાથે પોતાનું વધુમાં વધુ ધ્યાન રાખે તે હિતાવહ છે access_time 12:02 pm IST

  • મહારાષ્ટ્રમાં લોકડાઉન લગભગ નક્કી : રાજ્યની કોરોના ટાસ્ક ફોર્સની આજની બેઠક પુરી થયા બાદ મંત્રી અસલમ શેખે જણાવ્યું છે કે "બેઠકમાં સામેલ બધાનો મત રાજ્યમાં લોકડાઉન લાદવાનો છે અને આ બારામાં SOP અને ગાઈડલાઈન મુદ્દે હવે ચર્ચા કરવામાં આવશે." access_time 8:34 pm IST

  • ૨૮-૨૯ની ઓખા-નાથદ્વારા ટ્રેન બંને તરફે રદ્દ : રાજકોટઃ અજમેર ડિવીઝનના માલવી સ્ટેશન પાસે નોન ઇન્ટરલોકીંગ કામના કારણે ઍન્જીનિયરીંગ બ્લોક કરવામાં આવવાનું હોવાથી તા.૨૮મી અને તા.૨૯મીની ઓખા-નાથદ્વારા ટ્રેન બંને તરફે રદ્દ રહેશે તેવું ડીસીઍમ અભિનવ જૈફઍ જણાવ્યુ છે access_time 4:53 pm IST