Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

કોરોનાએ બોલીવુડની કેડ ભાંગી નાખી : ૨૦૨૧નું કલેકશન માત્ર ૫૦ કરોડનું જ

૨૦૨૦ના પ્રથમ કવાર્ટરનું કલેકશન હતું ૭૮૦ કરોડ

મુંબઇ તા. ૧૨ : કોરોનાને કારણે સમગ્ર દુનિયામાં હાહાકાર મચ્યો છે એવુ કોઇ ક્ષેત્ર નથી બચ્યુ જેને ફટકો ન પડ્યો હોય. બોલિવુડમાં પણ આવુ જોવા મળી રહ્યુ છે.અત્યાર સુધીની સૌથી ખરાબ સ્થિતિમાં બોલિવુડ પહોંચી ગયુ છે. વર્ષ૨૦૨૧ માં બોલિવૂડમાં ફકત ૫૦ કરોડ રૂપિયાનું બોકસ ઓફીસ કલેકશન થયુ. જયારે ગયા વર્ષ ૨૦૨૦ ના પહેલા કવાર્ટરમાં૭૮૦ કરોડ રૂપિયા થયુ હતુ. જાણકારો અનુસાર ૨૦૦૦ પછી હાલ બોલિવુડ તેના સૌથી ખરાબસમયમાંથી પસાર થઇ રહ્યુ છે.

વર્ષ ૨૦૨૧ના   પહેલા કવાર્ટરમાં રૂહી ફિલ્મે ૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પછી, મુંબઈ સાગા બીજા સ્થાને છે. જેનુંબોલિવુડ કલેકશન ૧૫ કરોડ છે. આ સિવાય બીજી ઘણી ફિલ્મો આવી જે ૨ કરોડ પણ કમાઈ શકી નહીં. વર્ષ ૨૦૨૧અત્યાર સુધીમાં, બોકસ ઓફિસ પર પ્રથમકવાર્ટરમાં ફકત ૫૦ કરોડનું જ કલેકશન જોવા મળ્યું છે. બોલિવુડના ઇતિહાસમાં આજ સુધી કયારેય આવું બન્યું નથી.એટલે કે, નવી સદીની શરૂઆતથી, તે૨૦૦૦ પછીનો સૌથી ખરાબ સમય રહ્યો છે.

કોરોનાના કારણે રાત્રિ કફર્યુની સાથે લોકડાઉન હોવાથી આગામી દિવસોમાં ફિલ્મોનું શુટિંગ અટકી પડ્યુ છે. લોકડાઉનને કારણે ઘણી ફિલ્મોની રિલીઝ તે જ રીતેમોકૂફ રાખવામાં આવી છે. સૂર્યવંશી અને બંટી અને બબલી ટુ જેવી મોટી ફિલ્મોની રિલીઝ મુલતવી રાખવામાં આવી છે.

ઉત્તરપ્રદેશ, હરિયાણા અને બંગાળનાસિનેમા હોલમાં નવી ફિલ્મો, ૧૦૦% એકયુપન્સીની પરવાનગી હોવા છતાંરિલીઝ મુલતવી રાખવાના સમાચાર છે. રોહિત શેટ્ટીએ તેની અક્ષય કુમાર અભિનીતસૂર્યવંશી ફિલ્મને વધુ એક વખત રિલીઝ થવાને અટકાવી છે, આ પહેલાઆ ફિલ્મ ૩૦ એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી. આવી જ રીતે અમિતાભ બચ્ચનઅભિનીત ચેહરે અને બંટી અને બબલી -૨ ની રજૂઆત પણ મોકૂફ રાખવામાં આવી છે.

આ દરમિયાન સલમાન ખાને એમ પણ કહ્યું છે કે તેની નવી ફિલ્મ રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈની રિલીઝ કોરોનાને કારણે મહારાષ્ટ્રમાં લાદવામાં આવેલાપ્રતિબંધોને કારણે ટાળી શકાય છે. અત્યારે તેની રિલીઝની તારીખ ૧૩ મે એટલે કે આવતી ઈદ છે. સલમાન ખાને ફેસબુક લાઇવમાંજણાવ્યું હતુંકે રાધે ૧૩ મેના રોજ થિયેટરમાં આવી શકશે જયારે કોરોનાના કેસ ઓછા થશે.

(3:15 pm IST)