Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

અેટીઅેમ ટ્રાન્જેકશન ઉપર લાગતા ચાર્જ બચવા ૭ સરળ ઉપાય

નવી દિલ્હી: એટીએમ ટ્રાંજેક્શન પર લાગનાર ચાર્જથી બચવા માટે જો તમે પણ કોઇ રીત શોધી રહ્યા છો તો સમાચાર તમારા માટે કામના છે. અમારી પાસે એવી 7 રીત છે જેને અપનાવીને તમારો ટ્રાંજેક્શન ચાર્જ બચાવી શકો છો. તેના માટે તમારે કેટલીક મહત્વપૂર્ણ વાતોનું ધ્યાન રાખવું પડશે. જ્યાં સુધી એટીએમ ટ્રાંજેક્શન ફ્રી થઇ જાય ત્યાં સુધી તમે રીતનો ઉપયોગ કરીને ચાર્જ બચાવી શકો છો.

આવો જાણીએ શું છે તે રીત

યોગ્ય રીતે બનાવી લો કેશ ફ્લોની યોજના

નાના નાના કામ માટે એટીમ જવાનું છોડી. કેશ ફ્લોની યોજના પહેલાં બનાવીને ચાલો. પહેલાંની માફક ઓછી રકમ નિકાળવાની આદત છોડી થોડી વધુ રકમ ઉપાડો. તમારી પાસે ઓછામાં ઓછી એટલી રકમ હોવી જોઇએ કે આગામી પાંચ-સાત દિવસનો ખર્ચ ચાલી શકે.

પોતાની બેંકના એટીએમનો કરો ઉપયોગ

એટીએમનો ઉપયોગ કરવા પર ચાર્જ ચૂકવવાથી બચવવા માટે તમે તમારા બેંકના એટીએમનો વધુ ઉપયોગ કરો. તમે ઇચ્છો તો તમારા સ્માર્ટફોન દ્વારા જાણી શકો છો કે તમારી બેંકનું એટીએમ ક્યાં છે.

સેલરી એકાઉન્ટનો ઉપયોગ કરો

ઘણી બેંક સેલરી એકાઉન્ટ પર અનલિમિટેડ ટ્રાંજેક્શનની સુવિધા આપે છે. સાથે ઘણી બેંક એકાઉન્ટમાં વધુ બેલેન્સ રાખવા પર એટીએમ ટ્રાંજેક્શનની લિમિટમાં છૂટ આપે છે. SBI, HDFC, ICICI જેવી બેંક સુવિધા આપી રહી છે.

કેશ નિકળવા માટે કરો એટીએમનો ઉપયોગ

મોટાભાગે આપણે એટીએમનો ઉપયોગ તમારા ખાતામાં બેલેન્સને જાણવા માટે અથવા પછી મિની સ્ટેટમેન્ટ જોવા માટે કરો છો. આમ કરવાનું ટાળો. તમે બેંકોની એસએમએસ સુવિધા અથવા ફોન બેકિંગ સુવિધાનો ઉપયોગ તમારા માટે કરી શકે છે. એટીએમનો ઉપયોગ ફક્ત કેશ કાઢવા માટે કરો.

પેમેન્ટ માટે કેશનો ઉપયોગથી બચો

જો તમે તમારા મોટાભાગના પેમેન્ટ કેશ ઉપરાં અન્ય રીતો દ્વારા કરશે તો તમારે એટીએમની જરૂરિયાત ઓછી પડશે. તમે ઇચ્છશો તો ઘણા બધા પેમેન્ટ નેટબેકિંગ, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા કરી શકો છો. આજકાલ ઘણી બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા બિલ પેમેન્ટ પર કેશબેક પણ આપે છે. તમે ઓફર્સનો લાભ પણ ઉઠાવી શકો છો.

ઇમરજન્સી માટે કેશ પાસે રાખો

આકસ્મિક ખર્ચ માટે તમારી પાસે થોડી વધારીને કેશ રાખો. પરંતુ કેશ વધુ રાખવી પણ યોગ્ય નથી. ક્યાંક 20 રૂપિયાનો એટીએમ ચાર્જ બચાવવાના ચક્કરમાં વધુ નુકસાન વેઠવું પડે છે.

SMS સર્વિસનો ઉપયોગ કરો

જો તમે એટીએમ ઉપયોગ કરીને બેલેન્સ ઇન્કવાયરી અથવા મિની સ્ટેટમેન્ટ નિકાળો છો તો એક લિમિટ બાદ ચાર્જ લાગે છે. એવા કામો માટે એટીએમનો ઉપયોગ કરવાની જગ્યાએ એસએમએસની મદદ લો. મોટાભાગના બેંક બેલેન્સ, અંતિમ 5 થી 10 ટ્રાંજેક્શન માટે મિનિ સ્ટેટમેટ્સ અને ચેકની સ્થિતિ જાણવા માટે એસએમએસ સર્વિસ ઓફર કરે છે.

(5:35 pm IST)