Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

એક વરરાજાની બબ્બે દુલ્હન પાલઘરમાં અનોખો કિસ્સો

લગ્નની કંકોત્રીમાં પણ સંજય ૨૨મી તારીખે બે સ્ત્રી સાથે લગ્ન કરવાનો હોવાનો ઉલ્લેખ કર્યો હોવાથી તે ચર્ચાનો વિષય બની છે

મુંબઇ, તા.૧૨: પાલઘર જિલ્લાના તલાસરી તાલુકા ખાતે આવેલા સુતારપાડા ગામમાં એક દુલ્હો બે કધયા સાથે લગ્ન કરશે, તેવી કંકોત્રી ચર્ચાનો વિષય બની રહી છે. સુતારપાડામાં રહેનારો સંજય ધાડગા નામનો યુવક ૧૦ વર્ષ પહેલા બેબી નામની કધયાના પ્રેમમાં પડયો હતો. થોડા સમય બાદ બંને એક ઘરમાં સાથે રહેવા લાગ્યા હતાં. ત્યારબાદ સંજયને રીના નામની છોકરી સાથે ફરી એક વાર પ્રેમ થયો અને સંજય, રીના અને બેબી ત્રણેય પોતાની મરજીથી રાજીખુશીથી લગ્ન કર્યા વગર લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા.સંજય અને બેબીના એક દીકરો અને એક દીકરી એમ બે સંતાનો છે અને રીનાને પણ એક દીકરી છે. પાલદ્યરમાં અનેક આદિવાસી લોકોની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હોવાને લીધે લગ્ન કર્યા વગર જ સંસાર વસાવી લે છે. દ્યણા લોકો તો બાળકો થયા બાદ લગ્નબંધને બંધાતા હોય છે. સંજયે પણ છેલ્લા દસ વર્ષથી લગ્ન કર્યા વગર સાથે રહેતા હોવાથી તેણે હાલમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. લગ્નની કંકોત્રીમાં પણ સંજય ૨૨મી તારીખે બે સ્ત્રી સાથે લગ્ન કરવાનો હોવાનો ઉલ્લેખ કર્યો હોવાથી તે ચર્ચાનો વિષય બની છે.

(4:27 pm IST)